________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મસાધકની ૧૩ વિશેષતાઓ
| ૯૫ (૮) અપૂર્વ પરિણામ (મનના) પ્રાપ્ત કરનારને (૯) શુભ ભાવનાઓ (અનિત્યાદિ અને પાંચ મહાવ્રતોની..વગેરે)ના અધ્યવસાયવાળાને, (૧૦) સિદ્ધાંતમાં પરસ્પર એકબીજાથી વિશેષને ચિઢિયાતા) ભાવનાજ્ઞાનથી જોનારને, કિ૨).
(૧૧) વૈરાગ્યમાર્ગ પર રહેલાને, (૧૨) સંસારવાસથી ત્રાસેલાને, (૧૩) સ્વહિતાર્થમુક્તિસુખમાં જેમની મતિ ખૂબ રમે છે તેમને આ શુભ ચિન્તા જન્મે છે. (૬૩)
વિવેદન : રાગ દ્વેષ વગેરે દોષો અને દોષજન્ય કર્મો, આ દોષો અને કર્મોના તાણાવાણાથી ગૂંથાયેલી જાળને જાણવી જરૂરી છે. જાળ કેવી રીતે ગૂંથાઈ છે અને કેવી રીતે તૂટી શકે, એ સમજવું અતિ આવશ્યક છે. એ જાણવું ને સમજવું એવું જોઈએ કે આત્મામાં એ જાળને છેદી નાખવાનો ઉત્સાહ જન્મ. ‘હું આ મહાજાળને છેદી નાખું.' જાળમાંથી મુક્ત થવાનો. અનંત જ્ઞાનપ્રકાશમાં મુક્તમને ઊડવાનો જેના હૃદયમાં તલસાટ જાગ્યો હોય, ફફડાટ થતો હોય તેવા જીવાત્માનું કેવું વ્યક્તિત્વ ઊપસતું હોય છે - તે સમગ્ર વ્યક્તિત્વ અહીં બતાવવામાં આવ્યું છે. તેર વિશેષતાઓથી વિશિષ્ટ એ વ્યક્તિત્વનું આપણે અહીં વિશ્લેષણ કરીને જોઈશું. આવા અદ્ભુત વ્યક્તિત્વને ધરાવનારા ઉત્તમ પુરુષના મનમાં એક ચિન્તા..... પ્રબળ ચિતા પ્રગટે છે. એમ ગ્રન્થકારને બતાવવું છે, એ બતાવવા પૂર્વે આ પાંચ શ્લોકોમાં એમણે સાધક આત્માની તેર વિશેષતાઓ જે વર્ણવી છે, એ આપણે જોઈએ. ૧. મહાકાળનો વિચ્છેદ કરવા ઉદ્યમશીલ :
જાણીને બેસી ન રહે, પ્રમાદથી બેસી ન રહે કે ભયથી બેસી ન રહે. જઈએ છીએ, ઉતાવળ શું છે.... જ્યારે પુરુષાર્થ કરવા માંડીશ કે એ મહાજાળને તોડી-ફોડીને....' આમ વાતો કરતો રહે અને મહાજાળમાં પડ્યો રહે. પ્રમાદને છોડે નહીં; તો એ મહાજાળને કેવી રીતે ભેદી શકે? એવી જ રીતે ભયથી-“અરે ભાઈ, આ મહાજાળ ભેદવાનું કામ આપણું નહીં... આપણે તો છેલ્લું સંઘયણ કહેવાય... આપણે તો યથાશક્તિ ધર્મ-આરાધના કરીએ. બાકી તો જેટલું સંસારમાં ભટકવાનું હશે તેટલું ભટકવું જ પડશે...” આમ વિચારીને જો બેસી રહ્યો તો પણ એ જાળને તોડવા સમર્થ નહીં બને.
જાળને એ જ મનુષ્ય તોડી શકે છે, ભેદી શકે છે કે જે મનુષ્ય પ્રમાદને મનમાં કે તનમાં સ્થાન આપતો નથી, ભયોને ગણકારતો નથી, મહાજાળનો વિચ્છેદ કરવાના ધર્મપુરુષાર્થમાં આવનારાં વિપ્નોથી ડરી જતો નથી. આંતરઉત્સાહ વિઘ્નોને ગણકારે જ નહીં. ઉત્સાહથી થનગનતો એ મહામાનવ એવા
For Private And Personal Use Only