________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ
હર
શબ્દ મળે એટલે જીવને આનંદ થાય અને કડવો શબ્દ મળે એટલે ઉદ્વંગ થાય.
ઇષ્ટ વિષયનિમિત્તક સુખાનુભવ છે.
અનિષ્ટ વિષયનિમિત્તક દુ:ખાનુભવ છે.
એક વાતની સ્પષ્ટતા કરી દઉં. જે તે વિષયને ગ્રહણ કરવાનું કાર્ય ઇન્દ્રિયનું છે. સુખ-દુ:ખના અનુભવ કરવાનું કામ મનનું છે! જીવાત્મા ઇન્દ્રિયોથી વિષય ગ્રહણ કરે છે અને મનથી સુખ-દુઃખના અનુભવ કરે છે. હા, સંસારમાં એવા અનંત જીવો છે કે જેમને શરીર છે, ઇન્દ્રિયો છે, પણ મન નથી! આવું મનુષ્યગતિ અને તિર્યંચગતિમાં જ હોય. દેવોને અને નારકોને તો પાંચ ઇન્દ્રિયો અને મન હોય જ.
જે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોને મન નથી હોતું તે જીવોને ‘સંજ્ઞા’ તો હોય જ છે. મન વિનાના જીવોને ઇચ્છા તો હોય. ખાવાની ઇચ્છા, ચાલવાની ઇચ્છા..... દ્રવ્ય ભેગું કરવાની ઇચ્છા...... વગેરે. મન વિના પણ જીવ ઇચ્છાઓ કરી શકે છે, પણ એ ઇચ્છાઓ અને મન દ્વારા થતી ઇચ્છાઓમાં અંતર ઘણું હોય છે. કર્મબંધની દૃષ્ટિએ પણ અંતર પડતું હોય છે.
આપણે મનવાળા માનવી છીએ! જો એ મન પ્રિય-અપ્રિય વિષયોમાં સુખ અને દુ:ખના અનુભવમાં ભટકવા માંડયું તો વર્તમાન જીવનમાં અશાન્તિ અને પરલોકમાં ઘોર દુ:ખ લમણે લખાયેલાં સમજો.
દુઃખનાં કારણ
दुःखद्विट् सुखलिप्सुमहान्धत्वाददृष्टगुणदोषः । यां यां करोति चेष्टां तया दुःखमादत्ते ||४०|
અર્થ : દુઃખનો દ્વેષી અને સુખની સ્પૃહાવાળાં (જીવ) મોહાન્ધ બનવાથી ગુરા કે દોષ જોતો નથી. તે જે જે ચેષ્ટા (મન-વચન-કાયાની ક્રિયા) કરે છે તેનાથી દુઃખ મેળવે છે. (દુ:ખ અનુભવે છે.)
વિવેચન : દુ:ખનો દ્વેષ! સુખનો રાગ!
સર્વ દુ:ખોનું મૂળ આ રાગ અને દ્વેષ છે. દુઃખ નથી ગમતાં, સુખ ગમે છે; દુ:ખ ટાળવાં છે, સુખ મેળવવાં છે! પાંચ ઇન્દ્રિયોના ઇષ્ટ અને પ્રિય વિષયો પ્રાપ્ત કરવા છે અને અનિષ્ટ-અપ્રિય વિષયોથી મુક્ત થવું છે! સંસારી જીવોમાં અર્થાત્ જે જીવાત્માઓ પાસે જ્ઞાનર્દિષ્ટ નથી તેવા જીવોમાં આ વૃત્તિ અને પ્રવૃત્તિ જોવા મળે છે. કોઈ પોતાને વળગી પડેલાં દુ:ખોથી ત્રાસીને, કંટાળીને
For Private And Personal Use Only