________________
પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન
|| ૧૧ ||
ઠગા. પરંતુ, હવે તત્વની જેને સમજ પડી છે એવા મને ગીને જીવોને કેમ મારે છે તે હું જોઈ લઈશ” એ આદિ વચનોથી પૂજારીઓને તિરસ્કારી, ગુરુની આજ્ઞા પ્રમાણે બલિના પશુઓનું જેટલું ધન થાય તેટલા ધનથી ખરીદેલ બલિભેગ દેવીની પાસે ધરાવ્યું, દશમના દિવસે રાજા પોતે ઉપવાસ કરી ધ્યાનમાં રહ્યા, રાત્રિએ હાથમાં ત્રિશૂલધારી કેટેશ્વરીદેવી આવીને બેલી; રાજન ! હું તારી ગોત્રદેવી-કુલદેવી છું, જેમ આજ સુધી તારા પૂર્વજોએ અને તે પશુઓનું બલિ દેઇ મને પ્રસન્ન કરેલ છે, તેમ હમણા પણ તું પશુઓનું બલિ દઈ મને પ્રસન્ન કર, નહીતો તારું ખરાબ કરી દઈશ. તે દેવીનું વચન સાંભળીને રાજાએ કહ્યું. હે દેવી! જાણીને સ્વીકારેલ છે દયાધમ જેણે એ હું ! દુગતિને દેનાર પ્રાણીઓના પ્રાણ હરવારૂપ પાપ કેઈપણ રીતે કરીશ નહી. બીજી વાત એ છે કે, દેવદેવીઓ દયાળુ તરીકે પ્રસિદ્ધ છે. માટે તારે પણ પ્રાણીઓના પ્રાણ લેનાર બલિ ન લે જોઈએ. અને પ્રાણીઓની હિંસા કરનાર લેકેને પણ હિંસા કરતા અટકાવવા ઇએ. આ રીતે બેલતા રાજા કુમારપાલના મસ્તક ઉપર ગુસ્સે થયેલી દેવી કશ્વરી ત્રિ લનો પ્રહાર કરી ચાલી ગઈ.
એ ત્રિશલના મહારથી મહારાજા કુમારપાલનો દેહ ઝરતા કોઢ રોગવાળો થઈ કાળા થઈ ગયા. તેવા પ્રકારની પિતાની અવસ્થા જઇ દેવી ઉપર ગુસ્સો નહીં કરીને પિતાના કમસ્વરૂપને ચિતવતે રાજા વૈરાગ્ય પામ્ય છતે ઉદયન મંત્રીને બોલાવી દેવીનું વૃત્તાન્ત જણાવી અને પિતાનું
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org