________________
પર્યુષણ અદ્વિક વ્યાખ્યાન /૩૩ .
શ્રાવક સામાયિક કરે છે તે કારણે સાધુ જેવો થાય છે, તેથી ઘણી વખત સામાયિક કરવું જોઈએ. કારા
પર્વ અને પવની અઠ્ઠાઈના દિવસોમાં સામાયિક કરવામાં વિશેષ પ્રયત્ન કરવો જોઇએ. અર્થાત વારંવાર સામાયિક કરવી જોઇએ. તથા એ સિવાયના બીજા પણ આ પ્રમાણેના કતવ્ય કરવા જાઇએ. - દરરોજ જિનેશ્વર પ્રભુની પૂજા કરવી જોઈએ. ગુરુમહારાજની ભક્તિ કરવી જોઈએ, સુશાસ્ત્રી એટલે જૈનશાસ્ત્રો સાંભળવામાં પ્રેમ રાખ જોઇએ. સમ્યગદાન દેવું જોઇએ, શીલ પાળવું જોઇએ, તપ તપવું જોઈએ, મુમુક્ષુ ભાવ ભાવે જોઈએ, કોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, કામ વિગેરેને જીતવા સતત પ્રયત્ન કરવો જોઈએ. અરિહંતાદિ પંચપરમેષ્ટિ યુક્ત નવકારમંત્ર વિગેરેને જાપ કરવો જોઈએ. જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ માટે અધ્યયન, અધ્યાપન, જિનવચનશ્રદ્ધા, આત્મભાન, જિનાજ્ઞા પ્રમાણેનું આચરણ વિગેરે કરવા કરાવવા જોઇએદેવદ્રવ્યાદિ ધાર્મિકદ્રવ્યની વૃદ્ધિ કરવી, રક્ષણ કરવું, પરંતુ એ ધાર્મિક દ્રવ્યનું ભક્ષણ ન કરવું જોઇએ. ધર્મ માટે ધનશક્તિ આદિને ઉપયોગ કરવો જોઈએ. પાપભીરુતા રાખવી જોઇએ. સર્વવિરતિને સ્વીકાર ન થાય ત્યાં સુધી દેશ વિરતિનો સ્વીકાર અને પાલન કરવી, અને સર્વવિરતિમાં કલ્યાણ કરનારી ઉત્કંઠા રાખવી જોઇએ. સવારસાંજ બે ટાઈમ પ્રતિક્રમણ કરવું જોઇએ. ધર્મધ્યાન અને શુકલધ્યાન ધરવું જોઈએ. અનિત્ય, અશરણ, સંસાર, એકત્ર, અન્યત્વ, અશચિ વિગેરે બાર ભાવનાઓ ભાવવી. નિયમ અને અભિગ્રહોનું
I ૩૩|
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org