________________
અણહ્નિક વ્યાખ્યાન | 9 ||
મૃદુતા, સરલતા, નિર્લોભતા અર્થાત સંતોષ, ઉદારતા, ગંભીરતા વગેરે પરમહિતકારી એવા ગુણાને સદા પિતામાં સ્થાપવા, એ ગુણોને ક્ષણવાર પણ દૂર ન કરવા, અને જેમ ઘણા છ સર્વવિરતિ સ્વરૂપ સાધુપણાને સ્વીકાર કરે, તથા એ ચારિત્રનું સુંદર રીતે પાલન કરતા રહે. ક્ષમા, મૃદુતા, જે સરલતા, નિર્લોભતા વિગેરે ગુણેના ધારક બને તેવી પ્રવૃત્તિ કરવી. સ્વયં ચારિત્ર ગ્રહણ કરવામાં અસમર્થ છતાં ચારિત્ર ગ્રહણ કરાવવામાં અતિશય ઉદ્યમવંત એવા શ્રીકૃષ્ણ વાસુદેવ પિતાની જે પુત્રીએ ની પરણવાની વય થાય તેવા સમયે તેમને રાણી થવું છે કે દાસી થવું છે, એવી પ્રશ્નોત્તરી કરી ચારિત્ર લેવરાવીને જ જંપતા, તેમજ થાવસ્થા પુત્રની દીક્ષા લેવાની ભાવના થઈ ત્યારે હજાર | આમાઓને ઉદઘોષણા કરવા પૂવક તૈયાર કરી તેમના કુટુંબીઓની આજીવિકાની કાયમી વ્યવસ્થા કરી આપી દીક્ષા અપાવી એવી સુંદર ચારિત્ર ભક્તિ કરી કે જેના પ્રતાપે શ્રીકૃષ્ણ આવતી ચોવીશીમાં બારમા અમમ નામના તીર્થકર થાશે. એ સાંભળી ચારિત્ર લેવા તૈયાર થનારના માતા-પિતાને આજીવિકા માટે રકમ જોઈતી હોય અને આજીવિકા માટે રકમ મળી રહે તો પુત્રોને દીક્ષા લેવા માટે રજા આપતા હોય તે આજીવિકા માટે પણ રકમ આપીને ઘણુ આત્માઓને આ દુઃખમય સંસારમાંથી શ્રીકૃષ્ણ વાસુદેવની પેઠે મુક્ત કરાવી ચારિત્ર ગ્રહણ કરાવી ચારિત્રની વૃદ્ધિ કરવી. આ રીતે ચારિત્ર પોતે લેવું. બીજાઓને લેવરાવવું અને ચારિત્ર લેતા લેવરાવતાઓની ખૂબજ અનુમોદના
Jain Education
a
l
For Personal & Private Use Only
ainelibrary.org