________________
પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન
જેટલે નીચે આવતાં છ માસ લાગે. એવા ચૌદ રાજલોક પ્રમાણને આ લોક છે. નીચે સાત રાજલોક પહાળે છે, તે અનુક્રમે મધ્યમાં એક રાજલક છે, ઉપરના ભાગમાં વચ્ચે પાંચ રાજલક છે, ઉપરના છેડે એક રાજલોક છે, કેડે બે હાથ રાખી, પગ પહોળા કરી ઉભા રહેલા પુરુષ જેવી આકૃતિવાળા ગોળાકાર એવા આ ચૌદ રાજલોકમાં હે જીવ! તું અનંતીવાર જો અને મર્યો ન હોય એવી કયાંય પણ ખસખસના એક દાણાના સોમા ભાગ જેટલી પણ જગ્યા બાકી નથી, જેનધમની આરાધના વિના હે જીવ! તું આ લોકમાં અતિશય દુઃખી થઈને ભટકયો છે, હવે સતત જૈનધમને આરાધી દુઃખમુક્ત બની, લોકના અગ્રભાગે શ્રી સિદ્ધપરમાત્મા બિરાજે છે તેમની સાથે બિરાજમાન થા, એવી ભાવના ભાવવી તે.
[૧૧] બાધિદુલભભાવના–ધિ એટલે સમ્યકત્વ, એ પામવું અત્યંત દુલભ છે, સમ્યકત્વ વિના મોક્ષ પ્રાપ્ત થઈ શકતો નથી, તેથી હે જીવ! તને સમ્યફલ પ્રાપ્ત થયેલ હોય તો તેને નિમલ બનાવજે અને જો તને સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થઈ હોય તે જૈન સદગુરુઓ જૈન તત્વજ્ઞાન આદિને સંસગ કરી સમ્યકત્વ પ્રાપ્ત કર, જેથી તારે મેક્ષ થાય, એવી ભાવના ભાવવી તે. | (૧૨) ધમભાવના–આ અનંત દુઃખમય સંસારમાંથી મુક્ત કરવા માટે અત્યંત સમર્થ એ જિનેશ્વરએ કહેલો ધમ અત્યંત દુર્લભ છે. દાન, શીલ, તપ અને ભાવ૫ તથા સમ્યગદર્શન,
I૮૫
Jan Educatorsemana
For Personas Private Use Only
www.janeibrary.org