________________
પર્યુષણ અણહિક વ્યાખ્યાન
પાર્જન કરવું પડતું હોય તે નીતિથી દ્રોપર્જન કરવું. કેઈપણ સંજોગોમાં અનીતિ-અપ્રમાણિકતા આચરવી નહીં. જેઓ અનીતિથી બીજાઓને ઠગે છે તે ખરેખર પિતાનો અપયશ ફેલાવે છે, પિતાને અવિશ્વસનીય બનાવે છે, અને પિતાને જ ઠગે છે. વળી બીજાને ઠગતી વખતે એના જે કર્મો બંધાય છે, તે કર્મોના પ્રતાપે તે બીજા ભામાં અનેકવાર અનેકગણી રીતે ઠગાય છે, અને જ્યારે પોતે ઠગાય છે ત્યારે અનેક રીતે કપાજો કરી પોતાનું કપાળ ફરીને રડે છે. તેથી કયારેપણ કેઇને અનીતિ કરી ઠગવું નહી. અનીતિ નહી કરનારા આત્માઓને દે પણ વશ થાય છે અને એના મહિમાને વધારે છે. એના ઉપર એક વ્યાપારીનું વૃત્તાંત આ પ્રમાણે છે.
હિન્દુસ્તાનના પશ્ચિમ ભાગમાં મહાન દુષ્કાળ પડ્યો. લેકે અન્નાદિ વિના પીડાવા લાગ્યા. બીજા વર્ષે પણ અષાઢ માસ વીતી ગયો છતાં વરસાદ ન પડ્યો. રાજાએ અને પ્રજાએ દુખિત હૃદયે વરસાદ માટે દેવોને પ્રાથના કરી પૂજ્યા, માનતાઓ કરી પરંતુ વરસાદ ન થયો. રાજા ખૂબ મુંઝાઇ ગયો, અને વરસાદ માટે ઉપાયો પૂછવા લાગ્યું. ત્યારે એક માણસે રાજાને કહ્યું, નગર બહાર એક વ્યાપારી રહે છે, તે વરસાદ વરસાવી દેશે. રાજાએ તે વ્યાપારી પાસે ઉઘાડે માથે અને ઉઘાડે પગે જઈને કહ્યું, તુ વરસાદ વરસાવી શકે છે, તેથી વરસાદ વરસાવી દે તેણે કહ્યું રાજન! હું કઈ મંત્ર તંત્રને જાણતો નથી. રાજાએ કહ્યું: હું બીજી વાત સાંભળતું નથી તું વરસાદ વરસાવી દે
Jain Education
For Persona Private Use Only
inibrary.org