________________
પર્યુષણ અષ્ટાદ્ધિ વ્યાખ્યાન I NI
તેથી તે બારમા દેવલોકમાં ગયે, અમારે સ્વામી ન થ તેથી રડીએ છીએ. એ સાંભળી ધમના મહિમાને વિચારતો જિનદાસ ઘરે ગયે. સામાન્ય ગણાતા એવા ચાર જ નિયમ લઈ દઢપણે પાળવાથી આવાં ઘોર પાપ કરનાર વંકચૂલ પણ કેવી ઉચ્ચગતિ પામ્યું. એ વૃત્તાંત જાણી ભવ્યજીએ વ્રતનિયમો લેવામાં અને પાળવામાં ઉદ્યમશીલ બનવું જોઈએ. આ રીતે નિયમો લેવાના કતવ્યને કહીને હવે અભિગ્રહ કતવ્યને કહે છે.
સંસારદુઃખથી મુક્ત થવા ઈચ્છનારા આત્માઓએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચાર ભેદથી તિ વિવિધ પ્રકારના અભિગ્રહ લઇ પાળવા જોઈએ. પરમાત્મા શ્રી મહાવીરદેવે કરેલા અભિગ્રહમાંથી એક અભિગ્રહ એ હતો કે, દ્રવ્યથી સુપડાના ખૂણામાં રહેલા અડદના બાકુળા હોય, ક્ષેત્રથી વહરાવનારે એક પગ ઉંબરાની અંદર હોય અને એક પગ બહાર હોય, કાળથી સર્વ શિક્ષાચરે ભિક્ષા લઈ નિવૃત્ત થયા હોય એ કાળ હોય અને ભાવથી કુમારી રાજપુત્રી હોય, દાસીપણાને પામેલી હોય, માથું મુંડાયેલું હોય, પગમાં બેડી હોય, અઠ્ઠમતપવાળી હોય, રૂદન કરતી હોય, તેના હાથથી | અડદના બાકલા વહોરવા. એ અભિગ્રહને વિચારીને શક્તિ પ્રમાણે એવા પ્રકારના અભિગ્રહે લઇને પાળવા. એ રીતે અભિગ્રહ કતવ્યને કહીને હવે નીતિથી દ્રવ્યોપાર્જન કરવું એ કતવ્યને કહે છે,
દુઃખથી મુક્તિ મેળવવાની ઇચ્છાવાળા આત્માઓએ સંસારમાં રહેવું પડતું હોય અને દ્રવ્ય
For Persona & Private Use Only
Jain Education
brary og