________________
પર્યુષણ અષાહિક વ્યાખ્યાન, I ૧૦૭
આ સંધભક્તિ વિગેરે મેક્ષસુખને આપનારા શ્રેષ્ઠ કર્તવ્ય દરરોજ કરવાને અશક્ત એવા જીવે દર વર્ષે એકવાર પણ શક્તિ પ્રમાણે કરવા જોઈએ.
અહિં આદિ શબ્દથી સંપ્રતિ મહારાજની પેઠે જિનમંદિર બનાવવા, જીણજિનાલયના ઉદ્ધાર કરાવવા તથા પ્રતિષ્ઠા મહોત્સવ વિગેરે કરાવવા જોઈએ. એ કાર્યો કરવાને અશક્ત હોય તે એ કાર્યો કરવામાં સહાય કરવી જોઈએ, તથા શ્રી કૃષ્ણમહારાજા અને શ્રેણિક મહારાજાની જેમ ચારિત્રગ્રહણ કરવા માટે ઉત્સુક્તા ધરાવનારને તેના વિને દૂર કરી દેવા પૂર્વક દીક્ષા મહોત્સવ વિગેરે કરી આપવા, એ કાર્યો કરવાને માટે અશક્ત હોય તે દીક્ષા લેનારના કાર્યોમાં સહાયતા કરવી. વિગેરે કરવું.
આ સાવંસરિક મહાપવમાં આરાધવાના પાંચ કતવ્યમાં આ મહાપર્વના પ્રાણભૂત કર્તવ્ય | છો સાથે ક્ષમાપના કરવી તે છે. એ ક્ષમાપના કર્તવ્યને ન કરનાર જીવને સમ્યકત્વ હોતું નથી. સમ્યકત્વ પ્રાપ્ત કર્યા વિના ને મોક્ષ પ્રાપ્ત થતું નથી. આ મહાન પવમાં સમ્યકત્વ પ્રાપ્ત કરવા જેવો પ્રયત્નશીલ બને તે સારૂં, એ માટે જિનેશ્વરએ કહેલ સમ્યકત્વ પ્રાપ્ત કરવાના ઉપાયમાં નવ તત્વનું જ્ઞાન સમ્યકત્વ પ્રાપ્ત કરવાના ઉપાય બતાવેલ છે, તેથી આવા મહાન પર્વમાં એ જિનેશ્વરએ કહેલ નવ તને શું છે તે જીવને સમજ મલે એ શુભ ભાવનાથી અહિં નવ તત્ત્વ કહીએ છીએ.
+ ૧૦૭TI
Jain Education International
For Personal & Private Use Only
www.aine brary og