________________
પર્યુષણ અણહિર વ્યાખ્યાન
વ્યાખ્યા એના આધાર વિના એની જેમ જ શાસ્ત્રાનુસારે જ કરી છે. આ બધા કર્તવ્યનું આચરણું દુઃખથી મુક્ત થવા ઈચ્છનારા આત્માઓએ સતત કરવું જોઇએ, અને જીવન એ મય જ બનાવવું જોઈએ. એ વિના આપણે આત્મા દુઃખથી મુક્ત થઈ શકે તેમ નથી અને મોક્ષ મળવી શકે તેમ નથી.
હવે દર વર્ષે કરવા યોગ્ય કતવ્ય કહેવાય છે.
દર વર્ષે ચતુર્વિધ સંઘની સેવા કરવી જોઈએ. મેટી પૂજા ભણાવવી જોઈએ, તીર્થયાત્રા કરવી જોઈએ. જ્ઞાનપૂજા કરવી જોઈએ. ઉજમણું કરવું જોઈએ, તીર્થપ્રભાવના કરવી જોઈએ. આલોયણા લેવી જોઇએ, સ્નાત્ર મહોત્સવ કર જોઈએ, દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ, ધમજાગરણ કરવું જોઈએ.
એ ઉપર કહેલા ધમકતવ્યો શ્રાવકોએ આનંદપૂર્વક કરવા જોઈએ. એ કતવ્યની સંક્ષેપથી વ્યાખ્યા આ પ્રમાણે છે.
દર વર્ષે એક એક વાર પણ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની શક્તિ પ્રમાણે અવશ્ય ભક્તિ કરવી જોઈએ. તેમજ તીર્થયાત્રા માટે નીકળેલ અથવા તે નહીં નીકળેલ એવા Iિ શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર શ્રદ્ધાવાળા શ્રી સંધની તીર્થસ્થળમાં અથવા બીજે સ્થળે અવશ્ય
& II
nebrar og
Jain Education Inal
For Persona & Private Use Only