________________
પર્યુષણ અણહિક વ્યાખ્યાન
| એક જૈનાચાર્ય પોતાના પરિવાર સહિત ત્યાં આવ્યા. તેમણે વંકચૂલને કહ્યું કે, વરસાદ ચાલુ થઈ ]X/ ગયો છે, જમીન ઘાસના અંકરાવાળી બની ગઈ છે. આવા સમયે જૈન સાધુઓને એક જ સ્થાને ચાતુર્માસ રહેવાનો આચાર છે. તેથી અમને ચાતુર્માસ રહેવા માટે જગ્યા આપો. વંકચૂલે કહ્યું કે, રહેવા માટે જગ્યા આપીએ પણ તમે અમારી હદમાં છે ત્યાં સુધી અહિંના કેઇપણ માણસને ધમને ઉપદેશ ન આપો. કારણ કે અમારે ચોરીને ધધો છે. તમારા ઉપદેશથી એ ચોરીને ધધો છૂટી જાય તે અમે મુશકેલીમાં મૂકાઈ જઈએ. તે આચાર્યશ્રીએ કહ્યું: ભલે અમને કબૂલ છે પણ અમે જ્યાં સુધી તમારા સ્થાનમાં છીએ ત્યાં સુધી આ ગામમાં હિંસા કે માંસાહાર ન થ || જોઈએ. વંકચૂલે તે કબૂલ કરી આચાર્યશ્રી આદિને સ્થાન આપીને ગામના લોકોને જણાવ્યું કે
જ્યાં સુધી આ મુનિઓ અહિં છે ત્યાં સુધી કેઈએ પણ આ ગામમાં હિંસા અને માંસાહાર ન કરે, જનતાએ પણ એ સ્વીકારી લીધુ. આચાર્યાદિ મુનિવર્યોએ ચાતુર્માસ દરમ્યાન દશનજ્ઞાન-ચારિત્રની સુંદર રીતે આરાધના કરી ચાતુર્માસ પૂર્ણ કર્યું અને વિહાર કર્યો. જનતા દૂર સુધી વળાવવા જઈ પાછી વળી. વચલ સાથે ચાલ્યો અને પિતાની હદ પૂરી થઈ ત્યારે નમસ્કાર કરીને પાછા વળ્યો, ત્યારે આચાર્યશ્રીએ કહ્યું, કેમ વળ્યા ? વંકચૂલે કહ્યું કે, હવે અમારી હદ પૂરી થઈ, તમે અમારી હદથી બહાર છે. આચાર્યશ્રીએ કહ્યું કે, હું તમારી હદમાં નથી તો કહું છું
II ૮૯
Jain Education All
For Personal & Private Use Only
Lainelibrary.org