________________
પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન | ૩૪
ગ્રહણ કરવું જોઇએ. ધનઉપાર્જન વગેરે કાર્યો નીતિપૂર્વક કરવા જોઈએ, અનીતિથી ન કરવા જોઈએ. મોઢાને આપનારા એવા ઉપર કહેલા સર્વે કર્તવ્યો માની ઈચ્છાવાળા શ્રાવકેએ-સાધકોએ હંમેશા કરવા જોઈએ. પર્વમાં તો વિશેષતાએ કરવા જોઈએ.
અહીં કહેલા જિનાર્યા. ગુરભક્તિ, સુશાસ્ત્રશ્રવણ વિગેરે મહાન આત્મકલ્યાણકારી કતવ્યોની વ્યાખ્યા સંક્ષેપથી આ પ્રમાણે છે. (૧) પ્રથમ જિનાર્ચા-જિનેશ્વરદેવની પૂજા દુઃખથી મુક્ત થવા ઈચ્છનારે હંમેશા જોઈએ. રાગ-દ્વેષાદિ અંતરંગ મહાન શત્રુઓને જેઓ પ્રબળ પુરુષાર્થથી જીતે છે | તેઓ જિન કહેવાય છે. રાગ-દ્વેષ જ બધા દુઃખના મૂળ કારણ છે. તેથી દુઃખમુક્ત થવા ઈચ્છનારાએ રાગ-દ્વેષને જીતવા જઈએ. એ રાગ-દ્વેષને જીતવા માટે જેણે સંપૂર્ણ રીતે રાગ-દ્વેષને જીત્યા છે એવા પરમતારક શ્રી જિનેશ્વરદેવને પૂજવા જોઈએ. તેમજ એ જિનેશ્વરદેવે રાગ-દ્વેષને જીતવા માટે જે સર્વશ વીતરાગદેવ, મહાવ્રતધારી ગર. તથા અહિંસા–સંયમ અને તરૂપ ધર્મને આરાધવાનો જે માગ પિતે આચરેલ છે તથા આપણા માટે તે માર્ગ બતાવેલ છે, તે આરાધનાના માર્ગે જીવનને વાળવું જોઈએ. રાગ-દ્વેષને જીતવા માટે જિનેશ્વર ભગવંતની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ જિનપૂજા કહેવાય છે. જિનેશ્વરદેવની પૂજા અનેક પ્રકારે થાય છે તેમાં પાંચ પ્રકારની પૂજા આ પ્રમાણે છે. (૧) જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ વિગેરે શ્રેષ્ઠ દ્રવ્યોથી જિનેશ્વર ભગવંતેનું વિધિપૂર્વક પૂજન
૩૦ ||
Jain Education
alonal
For Personal Private Use Only
www.inebrary og