Book Title: Paryushan Satparvashtanhika Vyakhyan
Author(s): Gunsagarsuri, 
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

View full book text
Previous | Next

Page 40
________________ પર્યુષણ | અષ્ટાલિક વ્યાખ્યાન / ૩૫TI કરવું. (૨) જિનેશ્વરદેવની આજ્ઞા પ્રમાણે વર્તવું. એ જિનપૂજાને બીજો પ્રકાર છે. એથી સમ્યફત્વના પાલન સહિત શ્રાવકના બાર વ્રતનું પાલન, સર્વવિરતિને સ્વીકાર અને પાલન કરવું, સામાયિક, પ્રતિકમણ, પૌષધ કરવું, દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મની આરાધના કરવી. ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ, કામ, મેહ વિગેરેને જીતવા, એ બધું જિનાજ્ઞા પ્રમાણે કરવાથી જિનાજ્ઞાપાલનરૂપ જિનપૂજાને બીજો પ્રકાર જાણવો. (૩) જિનેશ્વરદેવની પૂજા-ભક્તિ માટે, જિનાલય બંધાવવા માટે. તથા પૂજા વિગેરે માટે ઘરની બેલી બેલાવવી તેમજ જિનાલયના ભંડારમાં પૈસા મુકવા વિગેરેથી એકત્રિત થયેલ જે દેવદ્રવ્ય કહેવાય. તેની રક્ષા તેમજ વૃદ્ધિ કરવી એ જિનપૂજાને ત્રીજો પ્રકાર જાણ. આ દેવદ્રવ્યને જિનભક્તિ સિવાય બીજા કોઈપણ કાર્યમાં વાપરવું નહિ, એ માટે ચોક્કસ રહેવું. દેવદ્રવ્યને જિનભક્તિ સિવાયના બીજા કાર્યમાં વાપરનાર, વપરાવનાર કે એમાં સંમતિ આપનાર આત્મા સંસારમાં અનંતકાળ–સુધી રખડી પડે છે, અનંત, અસહ્ય દુખેથી પીડાય છે. તેથી દેવદ્રવ્યને જિનભક્તિ સિવાયના બીજા કાર્યમાં વાપરવું નહીં. દેવદ્રવ્યને બીજા કાયમાં વાપરવાની વિચારણા કરવાથી પણ આત્મા જિનેશ્વરદેવની પરમઆશાતના કરનાર બને છે તેથી અત્યંત દુઃખી થઈ જાય છે. એ જિનપૂજાને દેવદ્રવ્યની રક્ષા વૃદ્ધિ કરવારૂપ ત્રીજે પ્રકાર જાણ. (૪) જિનાના પ્રમાણે જિનાલયમાં જિનપ્રતિમા મહોત્સવ, અંજનશલાકા મહોત્સવ, શાન્તિસ્નાત્ર || ૩૫ || Jain Education international For Persona Private Use Only www.intrary to

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132