________________
પર્યુષણ અબ્રાહિક વ્યાખ્યાન
I ૫૧ |
કરાવેલ હોય અને ઉત્તરપારણામાં એટલે કે તપશ્ચર્યા કરવાના હોય તેના આગલા દિવસે એવા બધા સાધુ ભગવંતેને આપેલું દાન ઘણા ફલને આપનારું થાય છે.
સત્પાત્રમાં આપેલા દાનથી આત્મા ચક્રવર્તિપણાને પામે છે, તેમજ તીર્થંકરપણાને પણ પામે છે. દાનથી આત્માના સઘળા યશની અભિવૃદ્ધિ થાય છે. અને સત્પાત્રમાં આપેલું દાન આત્માને સર્વદુઃખેથી | સદાને માટે મુક્ત કરીને મોક્ષમાં સ્થાપે છે. અર્થાત સિદ્ધપરમાત્મા બનાવી દે છે.
સત્પાત્રદાનના ઉપાદેય એવા પાંચ આભષણ આ પ્રમાણે કહેવાય છે. સાધુભગવંતે પિતાને ત્યાં આવે અને લાભ આપે ત્યારે આનંદના અશ્રુ આવી જાય, આનંદથી રુંવાટા ઉભા થઇ જાય, ઘણું બહુમાન કરે. વિનયપૂર્વક મુખથી પ્રિય વચનો બેલાય, અને સાધુભગવંત પોતાને ઘરે પધાર્યા તથા પિતાને આવા સત્પાત્રને લાભ મળે એની અનુમોદના કરે. દાનના એ પાંચ આભષણે દાનનું ઘણું ફળ વધારી દે છે. દાનના પાંચ દૂષણે આ પ્રમાણે કહેલા છે. સાધુભગવંતે ઘરે પધારે ત્યારે તેનો અનાદર કરે અર્થાત આદર ન બતાવે, દાન આપવામાં વિલંબ કરે, વિમુખપણું કરે અર્થાત આડા-અવળે થવા માંડે. અપ્રિય વચનો બેલે અને દાન આપવું પડે તેનો પશ્ચાત્તાપ કરે. એ દાનના પાંચ દૂષણે સમ્યગદાનને દૂષિત કરે છે અર્થાત દાનના મહાન ફળનો નાશ કરે છે. આ તે બધુ સત્પાત્રદાનની શ્રેષ્ઠતા બતાવવા માટે કહ્યું છે, તેથી દયાદાનનો નિષેધ જિનશાસનમાં
| ૫૧ ||
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org