________________
પર્યુષણ અશક્ષિક વ્યાખ્યાન | | ૫ |
કયાંય પણ કરેલ નથી. શાસ્ત્રોએ કહ્યું છે કે, પાત્ર અને અપાત્રની વિચારણા મેક્ષને આપનારા એવા સત્પાત્રદાન માટે છે. પરંતુ સર્વજ્ઞ ભગવંતેએ દયાદાનનો કયાંય પણ નિષેધ કરેલ નથી. કારણ કે આપેલું દાન કયારે પણ નિષ્ફળ થતું નથી, એ માટે કહ્યું છે કે, પાત્રમાં આપેલ દાન ધમની પરંપરાને વધારનાર છે. સત્પાત્ર ન હોય એવા દાખીને આપેલ દાન દયાની પ્રસિદ્ધિ કરનાર છે, અને દયાને પોષે છે. મિત્રને આપેલું દાન પ્રીતિને વધારનારૂ બને છે. શત્રુઓને આપેલું દાન વૈરને નાશ કરવાને સમર્થ થાય છે. દાસને આપેલ દાન ભક્તિના સમૂહને વધારે છે. રાજાને આપેલ દાન સન્માન તેમજ પૂજાને આપનારું થાય છે તથા ચારણ–ભટ્ટાદિને અપાયેલ દાન યશને | અપાવનારું થાય છે. અહો ! આપેલ દાન કયાંય પણ નિષ્ફલ થતું નથી. દાનથી જીવો વશ થાય છે, દાનથી વૈર-વિરોધો પણ નાશ પામી જાય છે. દાનથી શત્રુ પણ બંધુપણાને પામી જાય છે. તેથી નિશ્ચય કરીને દાન પૃથ્વી ઉપર શ્રેષ્ઠ છે.
ખારા સમુદ્ર ઉપર વષતા એવા મેઘનું જલબિન્દુ કયાંક છીપના પેટનો સંગ મળી જવાથી સાચા મોતિ સ્વરૂપ બની જાય છે. દાન આપવાથી ધનનો ક્ષય થતો નથી પરંતુ દાન ન દેવાથી જ દરિદ્રતાદિ દોષો ઉત્પન્ન થાય છે.
શાસ્ત્રોએ કહ્યું છે કે, જેમ ભરેલી એવી નદીઓ પણ થોડા સમયમાં ખાલી થઇ જાય છે અને
૫૨ છે.
Jain Education International
For Personal Private Use Only
www.jane brary.org