________________
અષ્ટાહિક વ્યાખ્યાન
મને નથી લાગતું પણ હવે મારા જીવને શાંતિ થાય તે માટે તું એક પ્રતિજ્ઞા લે. આપણે કુળમાં પરંપરાથી ચેરીને ધંધો છે, તે હંમેશા ચાલ્યા કરે તે માટે તારે મહાવીરને ઉપદેશ ક્યારે પણ સાંભળો નહીં, એમને ઉપદેશ સાંભળનાર ચોરી કરી શકતો નથી પિતાના વચને સાંભળી. તેમને રાજી રાખવા માટે રોહિણેય ચારે એ પ્રતિજ્ઞા લીધી. ત્યારબાદ તેના પિતા મરણ પામ્યા. રોહિણેય ચોર રાજગૃહી નગરીમાં ખૂબ ચોરીઓ કરીને લેકેને અત્યંત ત્રાસ આપવા લાગ્યો.
એક સમયે પરમાત્મા શ્રી મહાવીરદેવ રાજગૃહી નગરીની પાસે સમવસરણમાં બેસી દેશના આપી રહ્યા હતા, ત્યારે પેલો રોહિણેય ચેર કાર્ય પ્રસંગે ત્યાંથી પસાર થતા, પિતાના પિતાએ આપેલી પ્રતિજ્ઞાને યાદ કરી કાનમાં આંગળીઓ નાખીને દેડવા લાગ્યો, કે જેથી મહાવીરનો ઉપદેશ પિતાના કાનમાં ન પડી જાય, તેવામાં તેને પગમાં શૂળ લાગી, તેથી ચાલવામાં અસમર્થ થઈ જતા તેણે કાનમાંથી આંગળીઓ કાઢીને પગમાંથી ધીરે રહીને શુળ કાઢી, એ સમય દરમ્યાન તેના કાનમાં ભગવાનના આ રીતના વચન આવ્યા. “જેમના શરીરે પરસેવે ન થાય, જેમની માળા કરમાય નહી, જેમની આંખમાં પલકારા ન થાય, જેમના પગ જમીનથી ચાર આંગળ ઉંચા રહે તેને દેવે માનવા” અનિચ્છાએ પણ આ શબ્દો સંભળાઈ જવાથી તેને પશ્ચાત્તાપ થવા લાગે, તેથી તે શબ્દને ભલી જવા પ્રયત્ન કરવા લાગે પરંતુ તેમ કરતાં તે વચને તેને વધારે યાદ ૧૨
Jain Education Deatonal
For Personal & Private Use Only
www.fainalibrary.org