________________
અષ્ટાહિક વ્યાખ્યાન || ૪૮ મિ.
વાપરી છે. એમ વિચારી એણે કહ્યું મેં ઘણા ધર્મકાર્યો કર્યા છે. તીર્થયાત્રા કરી છે, સત્પાત્રમાં દાન આપેલાં છે, સાધર્મિક વાત્સલ્ય કરેલા છે, શીલ પાળ્યું છે, તપ તપ્યાં છે. મેં કઇપણ પાપકર્મો કર્યા નથી જે પાપ કર્યા હોય તો મને આ દેવલોક ન મળે. રોહિણેય ચેરની આ વાત સાંભળી અભયકુમારે વિચાર્યું કે, આ ચોર બહુ ચાલાક છે. પછી કહ્યું કે-એની ચોરી સાબીત ન થાય ત્યાં સુધી આપણાથી ચોરને શિક્ષા કરાય નહીં તેથી, હે પિતાજી ! એ ચોરને છડી ધો. રાજાએ ચોરને છેડી દીધો. ત્યારપછી રાજા વગેરે ભગવાન મહાવીરદેવની દેશના સાંભળવા ગયા, ચોર પણ તેમની સાથે ગયે. વંદન કરી બધાએ દેશના સાંભળી. રાજાએ ચોર વિષે ભગવાનને પૂછયું, ભગવાને રોહિણેયને ઓળખાવીને કહ્યું, હવે એ ચોર મટી ગયો છે. રહિણે રાજાની શિક્ષા માફ થવાથી ચોરીને માલ રાજાને સેંપી દીધો અને એણે આ પ્રમાણે વિચાર્યું, જે મહાવીરદેવના બે-ચાર શબ્દો અનિચ્છાએ પણ મેં સાંભળ્યા તે પણ એ શબ્દો મને મૃત્યુમાંથી બચાવી લેનારા | બન્યા તો આવા અનંત ઉપકારી, કરણસમુદ્ર પરમાત્માના ચરણે મારી જીવન જ સમર્પી દઉં', જિ આ પ્રમાણે વિચાર કરી રોહિણેય ચોરે પ્રભુ મહાવીરદેવ પાસે દીક્ષા લીધી. ઘોર તપસ્યા કરીને સંયમ પાલન કરવા લાગ્યો. અંતે કાળ કરીને રોહિણેય મુનિ સ્વર્ગે ગયા. અનુક્રમે મેક્ષે જશે. ત્યાં અનંત સુખને અનુભવતા રહેશે.
Jain Education Li
onal
For Personal & Private Use Only
Lainbrary og