Book Title: Paryushan Satparvashtanhika Vyakhyan
Author(s): Gunsagarsuri, 
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

View full book text
Previous | Next

Page 52
________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન ૪૭ . છે. રોહિણેય ચોર તરીકે સાબીત ન થતાં અભયકુમારે એક મહેલને શણગારી તેમાં અપ્સરા જેવી સ્ત્રીઓ અને દેવે જેવા માણસને શણગારી ગોઠવી દીધા અને એમને બધી સમજ આપી, પછી રહિણેય ચોરને ભેજનમાં દાર આપી બેભાન બનાવી દીધો. ત્યારપછી શણગારેલા મહેલમાં પલંગ ઉપર સુવડાવી દીધે. દારૂનો નશો ઉતરવા માંડ્યો ત્યારે ચોર ચારે બાજુ જે તે વિસ્મય પામવા લાગે. સ્ત્રી-પુરુષોએ કહ્યું-ઘણી ખમા ઘણું ખમા, આપને જય થાઓ. વિજય થાઓ. કલ્યાણ | થાઓ, આપ અમારા ભાગ્યથી આ દેવલોકમાં ઉત્પન્ન થયા છે. આ સમૃદ્ધિ અને અમે આપને સ્વાધીન છીએ. આપ ઇચ્છા પ્રમાણે ભોગ ભેગો. આપે આગલા ભવમાં કેવા કેવા પૃ કર્યા છે તેમજ કેવા કેવા પાપ કર્યા છે તે કહેવાનો અહિંને આચાર છે. તે કહીને આ સમૃદ્ધિ અને અપ્સરાઓને ભેગ, આ સાંભળી રહિણે વિચાર્યું કે શું હું દેવલોકમાં ઉત્પન્ન થયો છું? અને આ શું દેવલોક છે? અને આ બધા સાચેજ દેવ-દેવીઓ છે? આવા વિચાર કરતાં રહિણેયને પરમાત્મા શ્રી મહાવીરનાં વચને યાદ આવ્યા કે “જેમની આંખમાં પલકાર ન હોય, જેમની માળા કરમાય નહીં, અને જેઓ જમીનથી ચાર આંગળ ઉપર રહેલા હોય તેને દેવ માનવા” તેવા પ્રકારના આ દેવ-દેવીઓ દેખાતાં નથી. આ તે જમીન ઉપર ઉભેલા છે, એમની આંખમાં પલકારા થાય છે. તેમજ એમની માળાઓ પણ કરમાયેલી છે. માટે અભયકુમારે મને પકડવા માટે જ આ બુદ્ધિ | GII Jain Education For Personal & Private Use Only Ww.Sinelibrary ceg

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132