________________
પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન
૪૭ .
છે. રોહિણેય ચોર તરીકે સાબીત ન થતાં અભયકુમારે એક મહેલને શણગારી તેમાં અપ્સરા જેવી સ્ત્રીઓ અને દેવે જેવા માણસને શણગારી ગોઠવી દીધા અને એમને બધી સમજ આપી, પછી રહિણેય ચોરને ભેજનમાં દાર આપી બેભાન બનાવી દીધો. ત્યારપછી શણગારેલા મહેલમાં પલંગ ઉપર સુવડાવી દીધે. દારૂનો નશો ઉતરવા માંડ્યો ત્યારે ચોર ચારે બાજુ જે તે વિસ્મય પામવા લાગે. સ્ત્રી-પુરુષોએ કહ્યું-ઘણી ખમા ઘણું ખમા, આપને જય થાઓ. વિજય થાઓ. કલ્યાણ | થાઓ, આપ અમારા ભાગ્યથી આ દેવલોકમાં ઉત્પન્ન થયા છે. આ સમૃદ્ધિ અને અમે આપને સ્વાધીન છીએ. આપ ઇચ્છા પ્રમાણે ભોગ ભેગો. આપે આગલા ભવમાં કેવા કેવા પૃ કર્યા છે તેમજ કેવા કેવા પાપ કર્યા છે તે કહેવાનો અહિંને આચાર છે. તે કહીને આ સમૃદ્ધિ અને અપ્સરાઓને ભેગ, આ સાંભળી રહિણે વિચાર્યું કે શું હું દેવલોકમાં ઉત્પન્ન થયો છું? અને આ શું દેવલોક છે? અને આ બધા સાચેજ દેવ-દેવીઓ છે? આવા વિચાર કરતાં રહિણેયને પરમાત્મા શ્રી મહાવીરનાં વચને યાદ આવ્યા કે “જેમની આંખમાં પલકાર ન હોય, જેમની માળા કરમાય નહીં, અને જેઓ જમીનથી ચાર આંગળ ઉપર રહેલા હોય તેને દેવ માનવા” તેવા પ્રકારના આ દેવ-દેવીઓ દેખાતાં નથી. આ તે જમીન ઉપર ઉભેલા છે, એમની આંખમાં પલકારા થાય છે. તેમજ એમની માળાઓ પણ કરમાયેલી છે. માટે અભયકુમારે મને પકડવા માટે જ આ બુદ્ધિ
|
GII
Jain Education
For Personal & Private Use Only
Ww.Sinelibrary ceg