________________
પર્યુષણ માહિક વ્યાખ્યાન | ૧૪
દયા ઉત્પન્ન થઈ ગઈ છે એવા કાશીદેશના અધિપતિ રાજા જયચંદ્ર પ્રધાને સન્મુખ ગુર્જરદેશના અધિપતિ મહારાજા કુમારપાલની પ્રશંસા કરવા પૂર્વક પોતાના દેશમાં અમારિપડ વગાડીને પિતાના | દેશમાંથી એકલાખ એંશી હજાર જાળે અને બીજા હિંસાનાં સાધનો મંગાવીને અગ્રિંથી ભસ્મીભૂત ૪િ કરાવી નાખ્યાં. પછી બમણું ભેટશું આપી કુમારપાલમહારાજાના મંત્રીઓને વિસર્જિત કર્યા, એ પ્રધાનેાએ ગુરુમહારાજ પાસે બેઠેલા મહારાજા કુમારપાલ પાસે આવી, ભેટશું આપી, હૃદયમાં આશ્ચર્ય ઉત્પન્ન કરનારું કાશીદેશના અધિપતિનું સમગ્ર વૃત્તાન્ત કહ્યું, એ વૃત્તાન્ત સાંભળીને કુમારપાલરાજાની અમારિ પળાવવાની અદભૂત પ્રવૃત્તિથી અત્યંત ખુશી થયેલા ગુરમહારાજે ધમમાં ઉત્સાહને ઉત્પન્ન કરવા માટે મહારાજા કુમારપાલની આ રીતે પ્રશંસા કરી.
ભરત ચક્રવતી વગેરે ઘણા પ્રશ્ચીપતિઓ ધાર્મિક થઈ ગયા છે, પરંતુ હે ચૌલુકય ! જીવરક્ષણના વિષયમાં તે ક્યાંક ભક્તિથી, ક્યાંક બુદ્ધિથી અને કયાંક ઘણું ધનસુવર્ણાદિ આપીને પિતાના દેશમાં જે જીવરક્ષા કરી છે એ કોઈપણ ધામિક રાજા પહેલા કદી તારા જેવો થયો નથી, હમણાં છે નહિ અને ભવિષ્યમાં થશે નહિ. છેલા
આ રીતે ચમત્કારને ઉત્પન્ન કરનાર પરમહંત શ્રી કુમારપાલ પૃથ્વી પતિનું અમારિપાલન વિષયનું કાંઈક સ્વરૂપ સાંભળીને ભવિએ શ્રી કુમારપાલભૂપતિની પેઠે સ્વાર કલ્યાણ માટે
૧૪ ||
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org