________________
પર્યુષણ અષ્ટાદ્વિક વ્યાખ્યાન
૨૯ it
યમરાજાએ એવું ચિંતવ્યું કે, આ ચંડ પ્રદ્યોતરાજ સાથે હું ક્ષમાપના નહીં કરું અને એ કેદખાનામાંજ રહેશે તો મારી પયુષણ પર્વની આરાધના સારી નહીં થાય. એ રીતે વિચારી ઉદાયનરાજાએ
ચંડપ્રદ્યોતરાજાને કારાગારમાંથી છેડાવ્યો. તેની સાથે ક્ષમાપના કરી, રત્નયુક્તસુવર્ણપટ્ટબંધવડે તેના Vી મસ્તક પર “મમ દાસીપતિ’ એમ લખેલ હતું તેને ઢાંકી તેનું રાજ્ય તેને આપી દીધું. વર્ષાકાળ ! પછી ઉદાયનરાજા પિતાની નગરીમાં આવ્યો.
પછી નિર્ભાગ્ય એવા મારા ઘરમાંથી કામધેનુની પેઠે તે પ્રભુપ્રતિમાજી ચાલ્યા ગયા. ઇત્યાદિ મૂળ | પ્રતિમાજીના હરણથી શેકયુક્ત રહેતા એવા ઉદાયનરાજાના પ્રભાવતીદેવે આવીને કહ્યું હે રાજન! શેક | ન કરો, શ્રી કપિલકેવલી ભગવંતે પ્રતિષ્ઠિત કરેલી આ પ્રતિમાજી પણ મહાન તીર્થ જ છે. તે વચનથી . જેને શેક ચાલ્યો ગયો છે એ તે ઉદાયનરાજા ભક્તિથી નવીન પ્રતિમાજીને પૂજવા લાગ્યા, અને મૂળ પ્રતિમાજીની પૂજા માટે એ રાજાએ બાર હજાર ગામો આપ્યા.
જે રીતે ઉદાયનરાજાએ શત્રુની સાથે પણ ક્ષમાપના કરી. તે રીતે બીજા બધાએ પણ આ પર્વાધિરાજ મહાપર્વમાં અવશ્ય ક્ષમાપના કરવી જોઈએ, તે પછી સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું જોઈએ. જે ક્ષમા કરે છે અને ખમાવે છે. તેને આરાધક પણ છે. જે ક્ષમા કરતો નથી અને ખમાવત નથી, તેને આરાધકપણું નથી.
II ૨૯ો
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org