________________
પર્યુષણ | અાલિક વ્યાખ્યાન
I ૨૮ |
ઉદાયનરાજાએ રથઉપર બેઠે છતે બાવડે અનિલગ હાથીસહિત ચંડપ્રદ્યોતરાજાને નીચે પડી, બાંધીને તેના ભાલચ્છલ ઉપર “મમ દાસીપતિ” એ રીતના અક્ષરે લખી તેને કેદમાં નાખી દીધો, પછી પ્રતિમાં વિદિશાપુરીમાં છે. એમ જાણીને ત્યાં આવી, તે પ્રતિમાજીની પૂજા કરી, તે પ્રતિમાજીને ગ્રહણ કરવા માટે રાજાઉદાયને પ્રયત્ન કર્યો. પરંતુ તે પ્રતિમા તે સ્થાનથી ચલિત ન થયા, તેથી ફરી ધણી ભક્તિ કરીને રાજાએ કહ્યું, હે દેવાધિદેવ, શા માટે મારી સાથે નથી આવતા? મેં એ કર્યો અપરાધ કરેલ છે? ત્યારે તેના અધિષ્ઠાયક દેવે કહ્યું, હે રાજન! શેક ન કર, તારું નગર રજની વૃષ્ટિથી સ્થળ જેવું બની જશે. તેથી નહી આવું. પછી ઉદાયનરાજા પ્રયાણ કરી પિતાની નગરી તરફ જવા લાગ્યા. માગમાં હતા ને ત્યાં વર્ષાકાલ આવી ગયે, એટલે ત્યાંજ નિવાસ કરી રહ્યા, ત્યાં દશપુરનગર | થઈ ગયું. હવે પયુષણના દિવસે ઉદાયનરાજાએ ઉપવાસ કર્યો. તેથી રસેયાએ ચંડઅદ્યતરાજાને પૂછયું કે, રાજન ! આજે શું ખાશે? ત્યારે ચંડપ્રદ્યોતરાજાએ વિચાર્યું કે, આજે રસએ “શું ખાશે” એમ અણધાયુ” પૂછયું એમાં શું કારણ હશે? નક્કી આજે મારું સારું નથી એમ વિચારી તેણે રસોયાને એ વિષયે પૂછયું, ત્યારે રસોયાએ કહ્યું કે, આજે પયુષણ પર્વ છે તેથી મારા રાજાએ | ઉપવાસ કર્યો છે, એટલે પૂછું છું કે શું ખાશે? ચંડપ્રદ્યોતરાજાએ કહ્યું કે, તે આજે પયુષણ પર્વ છે એ જણાવ્યું તે સારું કર્યું. હું પણ ઉપવાસ કરીશ. રસોયાએ એ વાત ઉદાયનરાજાને કહી, ઉદા
૨૦ ||
Jain Education international
For Personal Private Use Only
www.janelibrary.org