________________
પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન | ૨૧ .
જે તપ પૂર્વે કરેલા કર્મોના પર્વતેને ભેદવા માટે વજ સમાન છે, જે તપ કામરૂપી દાવાનળની જ્વાળાઓના સમૂહને ઠારી દેવા મેઘ જેવું છે, જે તપ ઉગ્ર એવી ઇન્દ્રિયોના સમૂહરૂપી સને નિવિષ બનાવવા માટે મંત્રાક્ષ જેવું છે. જે તપ વિરૂપ અંધકારના સમૂહનો નાશ કરવા માટે દિવસ સમાન છે, અને જે તપ લબ્ધિઓ અને લક્ષમીઓ રૂ૫ વેલડીઓનું મૂળ છે તે વિવિધ પ્રકારનું જિનેશ્વરએ કહેલ તપ સંસારની ઇચ્છાઓ રહિત બનીને, જૈન વિધિ પ્રમાણે | કરવું જોઈએ કે ૨
પિતાની પૂજા માટે, પોતાના સાંસારિક લાભ માટે કે પોતાની પ્રસિદ્ધિ માટે જે અ૯૫ બુદ્ધિવાળા જીવ તપ કરે છે, તેના શરીરનું તપથી શોષણ જ થાય છે. તેના તપનું તેને ફળ મળતું નથી. છે ૩ છે એટલે કમ ખપાવવા–મોક્ષ મેળવવા માટે તપ કરવું જોઈએ.
હવે પર્વાધિરાજ પર્યુષણ પર્વના ચોથા કતવ્ય તરીકે ચૈત્યપરિપાટિ કહેલ છે. એ ઐત્યપરિપાટિ આ પર્વમાં ચતુર્વિધ સંધ સહિત શાસનપ્રભાવના કરનારી મહાવિભૂતિ સહિત પ્રભુ | પ્રતિમાજીઓને દરેકને વંદન કરવા વિગેરેથી કરવી.
હવે પર્વાધિરાજ પર્યુષણ પર્વનું પાંચમું કર્તવ્ય પરસ્પર ક્ષમાપના કરવી. એ પરસ્પર ક્ષમાપના તે આ મહાન પયુષણ પર્વને આરાધવા ઈચ્છનારાઓએ વૈરીઓ સાથે પણ શુદ્ધ મનથી
|
||
Jain Education international
For Personal & Private Use Only
www.ainobrary.org