________________
પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન
I ૨૪ ||
રાણીને વીણા વગાડતા રાજા ઉદાયને મસ્તક વિનાની જઈ તેથી રાજાના હાથમાંથી વીણા પડી ગઈ, નૃત્યના રંગમાં ભંગ પડવાથી રાણી પ્રભાવતીએ કહ્યું, સ્વામી! નિદ્રાળુ જેવી આ કેવી અવસ્થા છે ? રાજાએ સાચી વાત કરી. તેથી તે દુનિમિત્તથી પોતાનું આયુષ્ય અલ્પ જાણી, રાણી પ્રભાવતી ધમયાનમાં વિશેષ તત્પર થઈ ગઈ.
ફરી કઈવાર જિનેશ્વર ભગવાનની પૂજા કરવા માટે સ્નાન કરીને દાસીના હાથે શ્વેતવસ્ત્રો | મંગાવ્યા, એ વસ્ત્રોને દષ્ટિના વિભ્રમથી લાલ જોઈને કોધિત થયેલી રાણીએ દાસીને કહ્યું, અરે મૂઢ! તે લાલ વસ્ત્રો કેમ આણ્યા? દાસીએ કહ્યું, સ્વામિની! હું તો ધોળા વસ્ત્રોજ લાવી છું. પછી ક્ષણવારમાંજ તે વસ્ત્રોને સફેદ જોઇને રાણી પ્રભાવતી પહેલા રાજાએ પોતાને મસ્તક રહિત જોઈ એ નિમિત્તથી અને હમણા વેત વસ્ત્રો લાલ દેખાયા, એ દુનિમિત્તથી પોતાનું આયુષ્ય અ૫ છે, એવો નિશ્ચય કરી વિષયવિરક્ત થઈ છતી સર્વવિરતિ ચારિત્ર ગ્રહણ કરવા માટે રાજાને પ્રાર્થના કરવા લાગી, રાજા ઉદાયને કહ્યું, હે પ્રિયે! જે તે દેવપણાને પામે તે તારે મને પ્રતિબંધ પમાડવો, રાણીએ રાજાની વાતનો સ્વીકાર કર્યો, અને દીક્ષા લઇ સંયમ પાળી અંતે અણુસણ કરી સમાધિથી મરણ પામી સૌધર્મદેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થઈ. રાણીએ ચારિત્ર લીધા પછી દેવનિર્મિત એ વીર પ્રભુની પ્રતિમાને દેવદત્તા નામની દાસી પૂજતી હતી.
| ૨૪ ||.
Jain Education International
For Personal & Private Use Only
www.ainbrary.org