________________
[ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते
હવે આ જ વ્રતોના અતિચારો કહે છે—
પહેલા વ્રતમાં એકેંદ્રિય, વિકલેંદ્રિય અને પંચેંદ્રિય જીવોનો સંઘટ્ટન, પરિતાપન અને ઉદ્ગાપણ વગેરે અતિચાર છે. સંઘટ્ટન = સ્પર્શ કરવો. પરિતાપન = અલ્પ શારીરિક પીડા ઉત્પન્ન કરવી. ઉદ્રાપણ = અધિક શારીરિક પીડા ઉત્પન્ન કરવી. [૬૫૫] બીજા વ્રતમાં સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારનો અતિચાર છે. તેમાં પ્રચલા (= બેઠા બેઠા નિદ્રા) વગેરેથી સૂક્ષ્મ અતિચાર લાગે. એક સાધુએ બીજા સાધુને કહ્યું : દિવસે બેઠો બેઠો કેમ ઊંઘે છે ? બીજો સાધુ ઊંઘતો હોવા છતાં નથી ઊંઘતો એમ બોલ્યો. આ સૂક્ષ્મ અતિચાર છે. ક્રોધાદિથી અસત્ય બોલવું એ બાદ અતિચાર છે. કારણ કે પરિણામમાં ભેદ છે. (પ્રથમ અસત્યથી આ અસત્યમાં પરિણામ વધારે દુષ્ટ છે.) [૬૫૬] ત્રીજા વ્રતમાં પણ સૂક્ષ્મ-બાદર એમ બે પ્રકારનો અતિચાર છે. અનુપયોગથી ઘાસ, પથ્થર, રાખ, કોડિયું વગેરે અદત્ત લેનારને સૂક્ષ્મ અતિચાર લાગે. [૬૫૭] સાધુ-સાધ્વીની, ચરક વગેરે અન્યધર્મીની કે ગૃહસ્થની સચિત્ત કે અચિત્ત વગેરે વસ્તુ ચોરનારને તેવા (વિશેષ દુષ્ટ) પરિણામ હોવાથી બાદર અતિચાર લાગે. [૬૫૮] હસ્તકર્મ વગેરેથી મૈથુનવિરમણવ્રતમાં અતિચાર લાગે. આમાં પરિણામની વિચિત્રતાથી અતિચારમાં સૂક્ષ્મ-બાદર ભેદ પડે. બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓનું (વાડોનું) તે તે રીતે બરોબર પાલન ન કરવું એ પણ અતિચાર જ છે. [૬૫૯] (શય્યાતર આદિએ તડકે સુકવવા) પાથરેલા તલનું કાગ, શ્વાન, ગાય આદિથી રક્ષણ કરવું, તથા (ગૃહસ્થના) બાળક ઉપર કંઈક મમત્વભાવ ક૨વો, એ પાંચમા વ્રતમાં સૂક્ષ્મ અતિચાર છે. [૬૬૦] લોભથી ધન વગેરે વસ્તુ લેવી તે તેવા (અધિક દુષ્ટ) પરિણામથી જ બાદર અતિચાર છે. અથવા આ વ્રતમાં સર્વત્ર ભાવને ધનાદિ લેવાના પરિણામને અતિચાર જાણવો. જ્ઞાનાદિના લાભ સિવાય વધારે ઉપધિ રાખવી એ પણ બાદર જ અતિચાર છે. [૬૬૧] છટ્ઠા વ્રતમાં (પહેલા) દિવસે લાવેલું (બીજા) દિવસે ખાધું, દિવસે લાવેલું રાતે ખાધું, રાતે લાવેલું રાતે ખાધું અને રાતે લાવેલું દિવસે ખાધું એ ચાર ભાંગા છે. આ ચારે ભાંગા તેવા (દુષ્ટ) પરિણામ થવાના કારણે અતિચાર છે, એમ ધીર અનંતજ્ઞાનીઓએ કહ્યું છે.
૩૬ 3
પ્રશ્ન- દિવસે લાવેલું દિવસે ખાધું એમાં અતિચાર કેવી રીતે લાગે ?
ઉત્તર- દિવસે લાવીને રાતે રાખી મૂક્યું અને બીજા દિવસે ખાધું. આમાં રાતે પોતાની પાસે રાખવાથી સન્નિધિ (આહા૨)નો પરિભોગ કરવાથી અતિચાર લાગે. [૬૫૫ થી ૬૬૨] कहिऊणं कायवए, इअ तेसुं नवरमभिगएसुं तु । ની— પિિચ્છન્ના, સમં પ્રભુ ટાળેલુ | ૬૬૨ ॥
=
वृत्ति:- 'कथयित्वा कायव्रतानि इय' एवं उक्तेन प्रकारेण 'तेषु' कायव्रतेषु 'नवरमभिगतेष्वेव', नानभिगतेषु, 'गीतेने 'ति गीतार्थेन साधुना 'परीक्षयेत् सम्यग्' असम्भ्रान्तः સન્ ‘તેવુ સ્થાનેષુ’-વક્ષ્યમાળેષ્વિતિ ગાથાર્થ: || ૬૬૩ ॥
આ પ્રમાણે જીવો અને વ્રતો કહીને જીવો અને વ્રતોનું સ્વરૂપ નવદીક્ષિતે જાણી લીધું હોય તો જ ગીતાર્થ સાધુએ આ (નીચે કહેવાશે તે) સ્થાનોમાં તેની (પરિણતિની) પરીક્ષા કરવી. [૬૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org