________________
૨. ગ્રંથની વર્ણન શૈલી પૂ.આ.ભ.શ્રી હરિભદ્ર સૂ. મ. કૃત ગ્રંથોની વર્ણન શૈલી કરતાં ભિન્ન પ્રકારની છે, ફક્ત પાંચની સંખ્યામાં ગ્રંથના અભિધેયને વિભાજિત કરીને ગ્રંથ બનાવ્યો છે અને એથી ‘પદ્મસૂત્રમ્' એવું ગ્રંથનું નામ પ્રસારિત થયું છે, એટલી જ હકીકત પૂ.આ.ભ.શ્રી હરિભદ્ર સૂ.મ.ની ગ્રંથ રચના શૈલી સાથે સામ્ય ધરાવે છે. તે સિવાય ઉક્ત સૂરિ ભગવંતના ઉપલબ્ધ અનેક ગ્રંથોમાં વર્ણન કરવાની જે પરિપાટી જોવા મળે છે તે અહીં પદ્યસૂત્રમ્ માં દષ્ટિ ગોચર બનતી નથી.
ગ્રંથકારનું નામ ન મળતું હોય ત્યારે ગ્રંથકારનો નિર્ણય કરવા માટે ગ્રંથની વર્ણનશૈલિ વધુ અગત્યનું પરિબળ બને છે, નહીં કે ફક્ત ગ્રંથનું નામ નિર્ણીત કરવાની પદ્ધતિ.
પદ્યસૂત્રમ્ એવું નામ પૂ.આ.ભ.શ્રી હરિભદ્ર સૂ.મ.એ પંચાશક, પંચવસ્તુ વિગેરે ગ્રંથોના નામ જે પરિપાટીથી નિર્ણીત કર્યા છે તે પરિપાટીને અનુસરીને પ્રચારિત થયેલું છે એ માત્રથી આ ગ્રંથ તેઓશ્રીજીનો રચેલો છે તેવું કહી દેવું થોડું વધુ પડતું કહેવાશે.
ગ્રંથકાર અંગે અનુમાન
પદ્યસૂત્રમ્ માં નિરૂપણની જે શૈલિ સાતત્યપૂર્ણ રીતે દષ્ટિ ગોચર બને છે તે શૈલિ પૂર્વધર સૂરિ પુંગવોએ રચેલાં સૂત્રોની શૈલિ સાથે ખૂબ નજીકનું સામ્ય ધરાવે છે.
આ મજબૂત Slebના આધારે એવું અનુમાન નકારી નથી શકાતું કે પ્રસ્તુત પદ્મસૂત્રમ્ કોક પૂર્વધર મહાપુરૂષની કૃતિ હોઈ શકે છે.
ઉદાહરણો ઃ ...
-
ગ્રંથમાં ક્યાંય ગ્રંથકર્તાનો નામોલ્લેખ નથી.
૧૦
पञ्चसूत्रम्