________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪)
ગુજરાતી જમવાની વાનીઓ મુકાબલે થોડી જાણવામાં છે. જુદે જુદે ઠેકાણે બનતા પદાર્થોમાંથી જે સ્વાદિષ્ટ અને ગુણ કારક હોય તે જાણવા જોઈએ. સુધરેલા દેશમાં રઈને પણ શાસ્ત્રનું મહત્વ અપાયું છે, તેથી ત્યાં નવી નવી સેંકડે બલકે હજારો વાનીઓ ઉપજાવવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં પાકશાસ્ત્ર સંબંધી પુસ્તકે રચાયેલા છે, તેમાંથી એક નાના પુસ્તકને આધારે ગુજરાતીમાં માત્ર એક પુસ્તક ઘણા વર્ષપર બહાર પડેલું છે, અને એક પુસ્તક છેડી મુદત ઉપર મુંબઈમાં એક પારસી ગૃહસ્થ છપાવેલું છે, તેમ છતાં પણ ગુજરાતી ભાષામાં એવાં પુસ્તકની બહુ ખોટ છે, તેથી આ પુસ્તકે ગુજરાતી પ્રજાને ડાં ઘણાં પણ ઉપયોગી થઈ પડ્યા વગર રહેશે નહીં, ને તેમ થશે તો શ્રીમંત સરકાર મહારાજા સાહેબ એમને શુભ હેતુ ઘણે અંશે પાર પડ્યો ગણાશે. બીજા કામની સાથે ભાષાન્તર કરવાનું કામ પણ મને સેંપવામાં આવ્યું છે, તેથી એ કામમાં મદદ કરવા માટે રા. દામોદર અંબાઈદાસને નિમવામાં આવ્યા હતા, તેમણે આ કામમાં સારી મદદ કરી છે. તા. ૧ લી જુન ૧૮૩. છગનલાલ ઠાકેદાસ મેદી.
For Private and Personal Use Only