________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના શ્રીમંત સરકાર મહારાજા સાહેબ સયાજીરાવ ગાયકવાડ એમની ખાસ ઈચ્છાનુસાર અને આજ્ઞાથી મરાઠી ભાષામાં સૂપશાસ્ત્રના પાંચ ગ્રંથ પ્રગટ થયેલા છે. આ પુસ્તકે તૈયાર કરાવવાને શ્રીમંત મહારાજા સાહેબ એમને શુભ ઉદેશ મરાઠી સૂપશાસ્ત્ર અંક ૧ ભાગ ૧ માં આપેલી પ્રસ્તાવનામાં દશિવેલે છે, ને તેનું ભાષાન્તર આ પુસ્તકમાં આપેલું છે, એટલે તેનું પુનરાવર્તન આ જગ્યાએ કરવાની જરૂર જણાતી નથી. મરાઠીમાં પુસ્તક તૈયાર થયા બાદ તે વિષયનું જ્ઞાન ગુજરાતી કેમમાં ફેલાય અને ગુજરાતી વર્ગ તેને લાભ લે એવા સ્તુત્ય અને શુભ ઉદ્દેશથી શ્રીમંત સરકાર મહારાજા સાહેબ એમણે આજ્ઞા કીધી કે સદર મરાઠી પુસ્તકોનું ભાષાન્તર કરાવવું. પછવાડેથી કેટલાંક કારણથી આમિષ ભાગ છેડી દેઈ નિરામિષ ભાગનું ભાષાન્તર કરાવવાને નિર્ણય થયો. મરાઠી પુસ્તકમાં “મદ્રાસી ધાટીના,” “
તરી રીતના, “ફારસી જાતના, ઈત્યાદિ પદાર્થો પુસ્તકવાર આપેલા છે; પરંતુ આ ગુજરાતી ભાગમાં ફક્ત નિરામિષ વાનીઓ લીધી છે, તેથી પદાર્થવાર રચના રાખી છે, એટલે અમુક પદાર્થ જાદી જુદી રીતે બનતો હોય તે તે બધી કૃતિઓ એકી જગ્યાએ આપવામાં આવી છે.
જૂદા જુદા પ્રદેશમાં સ્વાદનું ધોરણ જુદું જુદું હોવાથી તેમજ મનુષ્ય પ્રાણીની રૂચિ ભિન્ન ભિન્ન હોવાથી આ પુસ્તકમાં આપેલી કૃતિ પ્રમાણે કરેલા પદાર્થો કદાચ બધાને રુચતા થશે નહીં, પરંતુ જુદા જુદા ભાગમાં થતા ખાવાના પદાર્થો કેવા હોય છે તે જાણવાથી ઘણા લાભ છે એ દેખીતું છે. બતાવેલી કૃતિમાં અગર તેને માટે જોઈતા પદાર્થોના પ્રમાણમાં જરૂર પૂરતો ફેરફા૨ કરવાથી પિતપોતાની રૂચિ પ્રમાણે વાની તૈયાર થઈ શકશે.
For Private and Personal Use Only