Book Title: Pakshastra Part 01
Author(s): Chhaganlal T Modi
Publisher: Chhaganlal T Modi

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદ્યાત. બીજાથી જુદા પડતા હતા, પણ જ્યાં અર્થને તફાવત ન હોય ત્યાં તેમણે એક શુદ્ધ પાઠ પસંદ કરી બીજા છેડી દીધા હતા, પરંતુ જ્યાં અર્થને તફાવત માલમ પડયે ત્યાં જે પાઠ ઘણી પ્રતોમાં મળતું આવ્યો તે રાખી લેઈ બીજે પાઠ ફૂટ નોટમાં પ્રતપાઠાંતર તરીકે બતાવ્યું છે. પાઠાંતર બતાવવામાં વિનોદલાલસેનવાળી પ્રત તેમને પ્રથમ મળી હતી માટે તેને તેમણે પહેલી પ્રત ગણી છે; વૈદ્ય ઘનશ્યામવાળી બે પ્રતેમાંથી એકને બીજી અને બીજીને ત્રીજી પ્રત ગણું છે; તથા વૈદ્ય જગન્નાથવાળી પ્રતને ચોથી પ્રત ગણી છે કેમકે તે ગ્રંથનો પાછલો ભાગ લખાતી વખતે મળી આવી હતી. ભાષાંતર કરવામાં આવા અશુદ્ધ ગ્રંથોને લીધે ૨. શ. છોટાલાલ નરભેરામને જે મુશ્કેલી પડી હશે તે માત્ર 'जळामध्ये मासा झोप घेतो कैसा ॥ जावे त्याच्या वंशा, तेव्हां લ ” એ કહેવત પ્રમાણે તેવાં કામ કરનારને જ તે પૂરતી રીતે સમજાઈ શકાશે. કોઈ કોઈ વાર બધી પ્રતોમાં એક પાઠ જૂદી જૂદી રીતે અશુદ્ધ માલમ પડતો ત્યારે તેમના મત સાથે કેટલાક વૃદ્ધ વૈદ્યોનો અનુમત મેળવી તેમને લખવાની જરૂર પડતી. અને આવી રીતે થવાથી ધાર્યા કરતાં કાળક્ષેપ વિશેષ થયો છે. ટુંકામાં હારિત સંહિતાના ગ્રંથને ઘણું પ્રતો મેળવી સંશોધન કરી શુદ્ધ કરવામાં તથા તેનું ભાષાંતર પણ જેમ બને તેમ યથાર્થ કરવા તરફ રા, ચા, છોટાલાલ નરભેરામ ભટ્ટે પૂરતી કાળજી રાખેલી છે, જેથી આ ગ્રંથને સારે ઉપયોગ થવાની આશા રાખવામાં આવે છે. આ પ્રસ્તાવના પૂરી કરતાં પહેલાં આવા ગ્રંથો વાંચનારને બે બલ કહેવા ઉચિત જણાય છે. વૈવિધાના ગ્રંથો માત્ર વાંચીને વૈદ્ય થવાની આશા રાખવી એ કેવળ હસવા જેવું છે. આવા ગ્રંથો વાંચવાથી વૈદ્ય થવા સિવાય પણ ઘણું ઘણા પ્રકારના લાભ મનુષ્યને મળી શકે છે એ અમે પૂર્વે કહ્યું જ છે, તથાપિ જેની ઈચ્છા એમજ હોય કે મારે વૈધ થવું છે તેણે તો કોઈ વિદ્વાન વૈધ પાસે આવા ગ્રંથોને સાવંત અભ્યાસજ કરવો જોઈએ કારણ કે વૈધક વગેરેના ગ્રંથમાં ગ્રંથકાર ઘણી વાર પિતાને અનુભવથી કે અતિપરિચયથી સેહેલે થઈ પડેલે વિષય બીજાને પણ સેહેલો જ હશે, એવા ભ્રમથી ટુંકાવી નાખે છે કે બિલકુલ છેડી દે છે. એવા પ્રસંગે સ્વબુદ્ધિથી કેવળ પુસ્તક ઉપરથી થયેલ વૈદ્ય ગુંચાય છે અને પ્રસંગ પડતાં ગમે તેવા તર્ક કરી કાંઈને ઠામે કાંઈ કરી બેસે છે. આ હાનિમાંથી બચવાને તેણે ગુરૂદ્વારા જ્ઞાન મેળવવું જરૂરનું છે, અને તેમ કરવામાં તેને આવાં પુસ્તકો અતિ ઉપયોગી થશે. પ્રસિદ્ધ કર્તા. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 264