Book Title: Pakshastra Part 01
Author(s): Chhaganlal T Modi
Publisher: Chhaganlal T Modi

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપઘાત. લેશ પણ ઘટી શકતો નથી. પ્રત્યેક માણસે જે અંદગી ભોગવવી ઘટે છે તે તેને જીંદગીનાં આધારભૂત તો, તેને સ્થિર કરનાર તો, અને તેને લંબાવનાર તો પણ વૈધકના ગ્રંથમાંથી અવશ્ય જાણવાં ઘટે છે. વૈદ્યકશાસ્ત્ર ઉપર અત્યારસુધીમાં અનેક ગ્રંથે સંસ્કૃત પ્રાકૃત ભાષામાં લખાયા છે, પણ સંસ્કૃત ભાષામાં રચાયેલા ગ્રંથો પૈકી ચરક, સુશ્રુત અને વાટ આ ત્રણ મુખ્ય મનાય છે. એને જ આયુર્વેદનાં ત્રણ પ્રસ્થાન કહે છે. આત્રેય સંહિતા તેના કરતાં પણ જૂની છે. એમ કેટલાંક પ્રમાણોથી માલમ પડે છે. ઘણા જૂના ગ્રંથોમાં આત્રેય સંહિતાનો ઉલ્લેખ કરેલું જોવામાં આવે છે. આત્રેય સંહિતામાં એ ગ્રંથના સર્વથી પ્રાચીન પણ વિષે કહે છે કે – "अत्रि कृतयुगे वैद्यो द्वापरे शुश्रुतोमतः । कलौ वाग्भटनाम्नश्च गरिमात्र प्रदृश्यते" ॥ એ ઉપરથી સત્યયુગમાં આત્રેય સંહિતા પ્રમાણે ચિકિત્સા કરવામાં આવતી હતી તો બીજા બધા કરતાં એની પ્રાચીનતા સિદ્ધ થાય છે. એ આત્રેય સંહિતા તેજ હારીત સંહિતા એમ માનવાને પણ કાંઈ વાંધો નથી. કદાચ કોઈના મનમાં આ ગ્રંથવિષે ચરક સુશ્રુતના જેટલું માન ન હોય!તેને માટે એટલું જ બોલવું બસ થશે કે જેવી રીતે મહા મા આત્રેય (પુનર્વસુ) મુનિએ પોતાના શિષ્ય અગ્નિવેશ મુનિએ કહેલા આયુર્વેદનો ગ્રંથ ચરકસંહિતા એ નામથી ઓળખાય તેવી જ રીતે એજ આત્રેય મુનિએ પોતાના શિષ્ય હારિત મુનિને કહેલા આયુર્વેદનો આ ગ્રંથ હારિતસંહિતા અથવા આત્રેયસંહિતા એ નામથી ઓળખાય છે. જુઓ ગ્રંથના આરંભમાં– ગાય વહૂરિાગૈસ્તુનિ તપસચિંતા पप्रच्छशिष्योहारीतः सर्वज्ञान मिदं महत् ।। ગ્રંથમાં પણ સર્વત્ર લખે છે કે “[ત્યારે મારે તો એ પ્રમાણે આત્રેય અને હારીત બન્નેનાં નામ એમાં અંકીત થયાથી આ સંહિતાને કોઈ આત્રેય અને કોઈ હારીત એવા નામથી વ્યવહાર કરતા હશે. કેટલાક એમ માને છે કે આત્રેય સંહિતા તે લુપ્તજ થઈ ગઈ છે; કેમકે સંગ્રહ, ભાવપ્રકાશ, વગેરે ગ્રંથોમાં આત્રેયમાંથી લીધેલાં જે વચને દાખલ કરેલાં છે તે આમાં જોવામાં આવતાં નથી. આ તકરાર ધ્યાન આપવા જેવી છે ખરી; પણ જ્યારે ગ્રંથની પ્રાચીનતા, લેખની અશુદ્ધતા અને પાઠાંતરની પ્રચુરતાઉપર વિચાર કરિયે છિયે ત્યારે પણ અનુમાન થાય છે કે, આ જૂના ગ્રંથમાં એક વખત એક જણને જે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 264