Book Title: Pakshastra Part 01 Author(s): Chhaganlal T Modi Publisher: Chhaganlal T Modi View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપઘાત. છે તથા જે તેમની પાસે કાંઈ ઔષધ તૈયાર હોય છે તો તે લાગુ કરવાને પણ અનુકુળ પડે છે. વૈધકના ગ્રંથ વાંચવાથી આવા આવા બીજા અનેક ફાયદા છે જે ગણવવાની અત્રે અમે જરૂર જતા નથી તથાપિ એટલું તો કહેવું જ જોઈએ કે સૃષ્ટિની ઉત્પત્તિથી તે આખરસુધી વૈદ્યવિદ્યા સદાકાળ ઉપયોગી છે. વૈધક જાણનાર ગમે તે સ્થળમાં જાય તો ત્યાં પણ તેનો ખપ છે. એક વિદ્વાન કહે છે કે, कस्यदोषःकुलेनास्ति, व्याधिनाकेनपीडिताः। व्यसनंकेन न प्राप्तं, कस्य सौख्यंनिरंतरम् ॥ અર્થ –કના કુળમાં દોષ નથી ? વ્યાધિવડે કોણ પીડિત નથી ? દુઃખ કોને નથી પડયું? અને કેનું સુખ સદાકાળ એક સરખું ટકી રહ્યું છે? બધાના જવાબમાં નકારજ આવશે. એમ છે ત્યારે આપણે જાણવું કે કોઈ માણસ કાંઈ ને કોઈ પણ વ્યાધિના ઉપાધિમાં તે ખજ, અને “રેગીને મિત્ર કોણ? –વૈદ્ય” એ ન્યાયથી વૈવવિઘાને માહીતગાર ગમે ત્યાં મિત્રતા પ્રાપ્ત કરી શકે છે. સામાન્ય લોકોના કરતાં વૈદ્યોને વૈધકના ગ્રંથે ઘણું ઉપયોગી છે એ તો નિર્વિવાદ છે; તથાપિ અમારું કહેવું એમ છે કે આ કાળમાં વૈિદ્યોને વિઘકનાં ભાષાંતરના ગ્રંથો ઘણું ઉપયોગી છે, હમણું વૈદ્ય નામધારી - મનુષ્યમાંથી સંસ્કૃત ભાષા જાણનારા ઘણું ડા પુરુષો છે; ઘણા જણે તો 'ગશતમાં પણ માથું માર્યું નથી હોતું. પણ “જે ન મગાય ભીખ, તે વૈદું શીખ” એમ કેટલાક તો માત્ર સારા રોજગારના અભાવેજ વૈધ થયેલા હોય છે. જે પેઢી દર પેઢીના વૈદ્ય હોય છે તે પણ સારું શીખેલા હોતા નથી. કિં બહુના! ન શીખેલાઓમાં પણ શીખ્યા પુરતું જ સમજવાની શક્તિવાળા ઘણાક હોય છે. એમ વૈધકના ધંધાની સ્થિતિ છે, તે વખતે તે ધંધો કરનારના હાથમાં જે વૈધકના પ્રાચીન ગ્રંથોનાં ભાષાંતર મૂકવામાં આવે તે અવશ્ય તેઓ પિતાના જ્ઞાનમાં વધારે કરી પિતાને ધંધે સારી રીતે કરવાને શક્તિમાન થાય. કેટલાક એમ માને છે કે એવા અભણ વૈધોને વૈધકનો ધંધો કરતાં અટકાવવાને કાયદો કરાવવો, પણ આ તેમનું માનવું ભૂલ ભરેલું છે. કેમકે કોઈ માણસે વૈધકનો ધંધો કર્યો છે કે નહિ, એની મર્યાદા કરાવવાનું કામ બહુ મુશ્કેલ છે. પોતાના કરાને ચેક આવવાથી અજમો ફકાવનારી માતાએ, અથવા છોકરાને તાવ આવવાથી કિવનૈન કે કરિયાતું આપનાર પિતાએ, અથવા મિત્રનું માથું દુખવાથી આમોનિયા સુંઘાડનાર કે તાંદળજાનાં મૂળ માથે બંધાવનાર મિત્રોએ વૈદકનો ધંધે કર્યો કહેવાશે ? ટુંકામાં આ સંબંધી કાંઈ નિબંધ કરવામાં આવે, તથાપિ સામાન્ય વૈદ્યકજ્ઞાનનો ઉપયોગ તેથી For Private and Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 264