________________
શ્રાવકોના ૮ પ્રકાર
જે સંવાસ અનુમતિથી પણ અટકે છે તે સર્વવિરત બને છે. (૨) શ્રાવકોના ૮ પ્રકાર -
(૧) વ્રતોને દ્વિવિધ-ત્રિવિધ ભાંગે પાળે તે – ભાંગો ૧
મન-વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં અને બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવકને હિંસા વગેરેની મન-વચન-કાયાથી અનુમતિ હોય છે, કેમકે એને સંતાન વગેરેનો પરિગ્રહ હોય છે અને તે સંતાન વગેરે વડે થતાં હિંસા વગેરેમાં તેની અનુમતિ હોય છે.
સ્થૂલ હિંસા વગેરે
કરે નહીં | કરાવે નહીં મનથી | V | વચનથી | Y | કાયાથી
- ૪ | જ (૨) વ્રતોને દ્વિવિધ-દ્વિવિધ ભાંગે પાળે તે – ભાંગા ૩
(i) મન-વચનથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં અને બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ ઇરાદા વિના અને હિંસક વગેરે વચનો બોલ્યા વિના અસંજ્ઞીની જેમ કાયાની દુષ્ટ ચેષ્ટા વગેરેથી હિંસા વગેરે કરે છે અને કરાવે છે. એને મન-વચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે.
સ્થૂલ હિંસા વગેરે
કરે નહીં |કરાવે નહીં મનથી | V | / વચનથી | કાયાથી | X | x