________________
દસ જીવોને નરકમાં પ્રવેશવાના ભાંગા
૧૭૯ નવ જીવો નરકમાં પ્રવેશે ત્યારે કુલ ભાંગા = ૭ + ૧૬૮ + ૯૮૦ + ૧,૯૬૦ + ૧,૪૭૦ + ૩૯૨ + ૨૮ = ૫,૦૦૫ છે.
સાત નરકના અસંયોગી ભાંગા ૭ છે. દસ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે.
માટે દસ જીવો જ્યારે કોઈ પણ એક નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૭ ૪ ૧ = ૭ છે.
સાત નરકના બેસંયોગી ભાંગા ૨૧ છે. દસ જીવોના બેસંયોગી ભાંગા ૯ છે.
માટે દસ જીવો જ્યારે કોઈ પણ બે નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૨૧ X ૯ = ૧૮૯ છે.
સાત નરકના ત્રણસંયોગી ભાંગા ૩પ છે. દસ જીવોના ત્રણસંયોગી ભાંગા ૩૬ છે.
માટે દસ જીવો જ્યારે કોઈ પણ ત્રણ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ x ૩૬ = ૧,૨૯૦ છે.
સાત નરકના ચારસંયોગી ભાંગા ૩૫ છે. દસ જીવોના ચારસંયોગી ભાંગા ૮૪ છે.
માટે દસ જીવો જ્યારે કોઈ પણ ચાર નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ X ૮૪ = ૨,૯૪૦ છે.
સાત નરકના પાંચસંયોગી ભાંગા ૨૧ છે. દસ જીવોના પાંચસંયોગી ભાંગા ૧૨૬ છે.
માટે દસ જીવો જ્યારે કોઈ પણ પાંચ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૨૧ ૧૨૩ = ૨,૩૪૬ છે.