________________
(પ્રેરણામૃત)
સુમિરન મારગ સહજ કા, સતગુરુ દિયા બતાય; શ્વાસ શ્વાસ સુમિરન કરું, ઈક દિન મિલસી આય. સુમિરન સે સુખ હોત હૈ, સુમિરન સે દુઃખ જાય; કહૈ કબીર સુમિરન કિયે, સાંઈ માંહિ સમાય. પછી પાની પીને સે, ઘટે ન સરિતા નીર; ધર્મ કરે ધન ન ઘટે, કહ ગયે સંત કબીર. ચાહ ગઈ ચિંતા મિટી, મનવા બેપરવાહ; જિનકો કછુ ન ચાહિએ, સો હી શહેનશાહ. કાપી કાપીને એના કટકાઓ કરી નાખે સ્વજન, કોઈપણ શીશ ના પટકીને કરે કાતિલ રુદન; આ જગતમાં સ્વાર્થનું કેવું ચલણ છે, શું કહું, લાશ જો સોનું બની જાય તો ના પામે કફન. જે આપણું નથી એ (દોષો, પૈસા વગેરે) આપણે પરમાત્માને આપી
દઈએ તો પરમાત્મા આપણને જે આપણું છે એ આપી દે. • પરમાત્મા પાસેથી કાંઈ માંગવાને બદલે જો આપણે પરમાત્માને જ
માંગી લીધા હોત તો આપણો મોક્ષ થઈ ગયો હોત.
ધર્મસાધના એ વકરો , રાગ-દ્વેષની હાનિ એ નફો છે. • “મારી પાસે પૈસા વધુ છે' એ વિચારથી સંતોષ આવે. “મારી પાસે
બુદ્ધિ ઓછી છે' એ વિચારથી સમર્પણ આવે. • મનને સારા વિચારોનો ખોરાક નહીં આપો તો એ ઉકરડા જેવા
ખરાબ વિચારો કર્યા કરશે.