Book Title: Padarth Prakash Part 17
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 241
________________ ૨૨૨ • ઘરને ધર્મશાળા માનો, જાતને મહેમાન - સમાધિ સુલભ. આપણી બધી ઈચ્છા જો સફળ થાય તો દુર્જન બની જઈએ, સરસ બને તો સજ્જન કે સંત બની જઈએ, ખતમ થઈ જાય તો પરમાત્મા બની જઈએ. પુરુષાર્થને સફળતા આપનાર પુણ્યકર્મ છે. પુણ્યના ઉદયકાળને તારક બનાવનાર સાચો પુરુષાર્થ છે. આંસુ પાપને નાનું બનાવી દે છે, આનંદ પાપને મોટું બનાવી દે છે. બાળજીવ વેષને જ ધર્મ માને છે. મધ્યમજીવ સદાચરણને જ ધર્મ માને છે. ઉત્તમજીવ નિર્મળ અંતઃકરણને જ ધર્મ માને છે. તનકો જોગી સબ કરે, મનકો વિરલા કોય; સહેજે સિદ્ધિ પાઈએ, જો મનજોગી હોય. કાચ કટોરા નયન ધન, મોતી ઔર મન; ઈતના તૂટા ના સંધે, લાખ્ખો કરો જતન. ફાટ્યા તૂટ્યા લુગડા, સોય દોરે સંધાય; પણ મન જ્યાં જુદા પડ્યા, તે નવ ભેળા થાય. • મુંડ મુંડાવત જુગ ગયે, અબહુ મીલા ન રામ; રામ બિચારા ક્યાં કરે, મનકે ઔર હી કામ. તુલસી સ્વાસ્થ કે સગે, બિન સ્વારથ કોઈ નાહી; સરસ વૃક્ષ પંછી વસે, નિરસ ભયે ઉડ જાય. નિંદા હમારી જે કરે, મિત્ર હમારા હોય; સાબુ લેવે ગાંઠકા, મેલ હમારા ધોય.

Loading...

Page Navigation
1 ... 239 240 241 242