________________
સાત જીવોને નરકમાં પ્રવેશવાના ભાંગા
૧૭૫
સાત નરકના બેસંયોગી ભાંગા ૨૧ છે. સાત જીવોના બેસંયોગી ભાંગા ૬ છે.
માટે સાત જીવો જ્યારે કોઈ પણ બે નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા ૨૧ ૨ ૩ = ૧૨૬ છે.
=
સાત નરકના ત્રણસંયોગી ભાંગા ૩૫ છે.
સાત જીવોના ત્રણસંયોગી ભાંગા ૧૫ છે.
માટે સાત જીવો જ્યારે કોઈ પણ ત્રણ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ x ૧૫ ૫૨૫ છે.
=
સાત નરકના ચારસંયોગી ભાંગા ૩૫ છે.
સાત જીવોના ચા૨સંયોગી ભાંગા ૨૦ છે.
માટે સાત જીવો જ્યારે કોઈ પણ ચાર નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ x ૨૦ = ૭૦૦ છે.
સાત નરકના પાંચસંયોગી ભાંગા ૨૧ છે.
સાત જીવોના પાંચસંયોગી ભાંગા ૧૫ છે.
માટે સાત જીવો જ્યારે કોઈ પણ પાંચ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૨૧ ૪ ૧૫ = ૩૧૫ છે.
સાત નરકના છસંયોગી ભાંગા ૭ છેઃ
સાત જીવોના છસંયોગી ભાંગા ૬ છે.
માટે સાત જીવો જ્યારે કોઈ પણ છ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા ૭ x ૬ = ૪૨ છે.
જ્યારે કશાયની જરૂ૨ જણાય નહીં ત્યારે જ ખરી સમૃદ્ધિ
=