________________
૧૨૨
અસંયોગી વગેરે ભાંગા કાઢવાની ત્રીજી રીત ત્રીજી રીત - દા.ત. પાંચ વ્રતના અસંયોગી વગેરે ભાંગા કાઢવા હોય તો ૧ થી ૫ સુધીના અંકો લખવા. ૧ ૨ ૩ ૪ ૫. અસંયોગી ભાંગા કાઢવા માટે આ અંકોને છુટા છુટા લખવા, એમની સાથે અન્ય અંક જોડવા નહીં. કુલ જેટલા અંકો હોય તેટલા અસંયોગી ભાંગા થાય. અસંયોગી ભાંગા = ૧, ૨, ૩, ૪, ૫ = ૫
બેસંયોગી ભાંગા કાઢવા માટે પહેલા અંક ૧ની સાથે બાકીના પછીના અંકો ક્રમશઃ જોડવા. પછી બીજા અંક ૨ ની સાથે બાકીના પછીના અંકો ક્રમશઃ જોડવા. પછી ત્રીજા અંક ૩ ની સાથે બાકીના પછીના અંકો ક્રમશઃ જોડવા. પછી ચોથા અંક ૪ની સાથે બાકીના પછીના અંકો ક્રમશઃ જોડવા. આ બધા ભાંગાઓની ગણતરી કરવાથી બેસંયોગી ભાંગાની સંખ્યા મળે છે. બેસંયોગી ભાંગા = ૧-૨, ૧-૩, ૧-૪, ૧-૫, ૨-૩, ૨-૪, ૨-૫, ૩-૪, ૩-૫, ૪-૫ = ૧૦
ત્રણસંયોગી ભાંગા કાઢવા માટે બેસંયોગી પહેલા ભાંગા સાથે બાકીના પછીના અંકો ક્રમશઃ જોડવા. પછી બીજા ભાંગા સાથે બાકીના પછીના અંકો ક્રમશઃ જોડવા. પછી ત્રીજા ભાંગા સાથે બાકીના પછીના અંકો ક્રમશઃ જોડવા. જે ભાંગાને અંતે ૫ હોય તેની સાથે અંક ન જોડવા. આ જ રીતે આગળના ભાંગાઓ સાથે પણ બાકીના પછીના અંકો ક્રમશઃ જોડવા. આ બધા ભાંગાઓની ગણતરી કરવાથી ત્રણસંયોગી ભાંગાની સંખ્યા મળે છે. ત્રણસંયોગી ભાંગા = ૧-૨-૩, ૧-૨-૪, ૧-૨-૫, ૧-૩-૪, ૧-૩-૫, ૧-૪-૫, ૨-૩-૪, ૨-૩-૫, ૨-૪-૫, ૩-૪-૫ = ૧૦
ચારસંયોગી ભાંગા કાઢવા માટે ત્રણસંયોગી. દરેક ભાગા સાથે બાકીના પછીના અંકો ક્રમશઃ જોડવા. જે ભાંગાને અંતે ૫ હોય તેની સાથે અંક ન જોડવા. આ બધા ભાંગાઓની ગણતરી કરવાથી