________________
એકથી દસ જીવોના અસંયોગી વગેરે કુલ ભાંગા જાણવાની રીત
૧૪૭ (૧૩) હવે પૂર્વે કહેલા ક્રમ પ્રમાણે પછી પછીના ખાનામાંથી ૧-૧
અંક પૂર્વે-પૂર્વેના ખાનામાં ઉમેરવો. જ્યારે બીજા ખાનામાંથી પહેલા ખાનામાં અંક ઉમેરાય તેમ ન હોય ત્યારે તેની ઉપરના ભાગમાં ત્રીજા ખાનામાંથી બીજા ખાનામાં ૧ અંક ઉમેરવો. અથવા, જ્યારે બીજા ખાનામાંથી પહેલા ખાનામાં અંક ઉમેરાય તેમ ન હોય ત્યારે પહેલા ખાનામાંથી ૧ અંક અને ત્રીજા ખાનામાંથી ૧ અંક લઈ બીજા ખાનામાં ઉમેરવા. દા.ત. [૧૩] [૪] (જુઓ પાના નં. ૧૬૩) પછી બીજા ખાનામાંથી ૧-૧ અંક પહેલા ખાનામાં ઉમેરવો. જ્યારે બીજા ખાનામાંથી પહેલા ખાનામાં અંક ઉમેરાય તેમ ન હોય ત્યારે ત્રીજા ખાનામાંથી બીજા ખાનામાં ૧ અંક ઉમેરીને જે ભાંગો બનાવ્યો હતો તેમાં ત્રીજા ખાનામાંથી બીજા ખાનામાં ૧ અંક ઉમેરવો. અથવા, જ્યારે બીજા ખાનામાંથી પહેલા ખાનામાં અંક ઉમેરાય તેમ ન હોય ત્યારે પહેલા ખાનામાંથી ૨ અંક અને ત્રીજા ખાનામાંથી ૧ અંક લઈને બીજા ખાનામાં ઉમેરવા. દા.ત. [૧|૪|૧|૪| (જુઓ પાના નં. ૧૬૪) પછી બીજા ખાનામાંથી ૧-૧ અંક પહેલા ખાનામાં ઉમેરવો. જ્યારે પહેલા અને છેલ્લા ખાના સિવાયના બધા ખાનામાં ૧નો અંક થાય ત્યારે છેલ્લા ખાનાના અંકની શરૂઆત જે ભાંગાથી થઈ હોય તે ભાંગામાં છેલ્લા ખાનામાંથી તેની પૂર્વેના ખાનામાં ૧ અંક ઉમેરવો. અથવા, જ્યારે પહેલા અને છેલ્લા ખાના સિવાયના બધા ખાનામાં ૧નો અંક થાય ત્યારે પહેલા ખાનામાંથી ૩ અંક અને છેલ્લા ખાનામાંથી ૧ અંક લઈને ત્રીજા ખાનામાં ઉમેરવા. દા.ત. |૧|૧|૫|૩| (જુઓ પાના નં. ૧૬૪) આ પ્રમાણે આગળ પણ ભાંગા બનાવવા. પછી પછીના ખાનામાંથી અંકો કાઢી પૂર્વે પૂર્વેના ખાનામાં ઉમેરવા. પહેલા ખાના સિવાયના બધા ખાનામાં ૧નો અંક રહે અને બાકીના બધા અંક પહેલા ખાનામાં રહે તેમ અંકો ઉમેરવા. છેલ્લો ભાંગો એ પહેલા ભાંગાથી વિપરીત હોય છે. દા.ત. [૭] ૧૧/૧] આ પ્રમાણે બેસંયોગી, ત્રણસંયોગી વગેરે બધા ભાંગા બનાવવા.