________________
૧૨૪
શ્રાવકોના ૧૦,૮૦૮ પ્રકાર શ્રાવકોના પ્રકાર = ૧૭,૮૦૬ + ઉત્તરગુણધારી + અવિરતસમ્યગ્દષ્ટિ = ૧૦,૮૦૮
આમ શ્રાવકોના ૧૩,૮૦૮ પ્રકાર છે. સમ્યકત્વપ્રતિમા વગેરે વિશેષ પ્રકારના અભિગ્રહો છે, વ્રત નથી.
ઉપર પાંચ વ્રતને આશ્રયીને શ્રાવકના ૧૦,૮૦૮ પ્રકાર કહ્યા. બાર વ્રતને આશ્રયીને શ્રાવકના ૧૩,૮૪,૧૨,૮૭,૨૦૦ પ્રકાર થાય છે. તે પૂર્વે પાના નં. ૪૫ ઉપર બતાવ્યા છે. તેમાં ઉત્તરગુણધારી અને અવિરતસમ્યગ્દષ્ટિ એ બે ભેદ ઉમેરતાં શ્રાવકના ૧૩,૮૪,૧૨,૮૭, ૨૦૨ પ્રકાર થાય છે.
શ્રીશ્રાવકવ્રતભંગ પ્રકરણનો પદાર્થસંગ્રહ સમાપ્ત
• જે મનુષ્યોમાં વિદ્યા, તપ, દાન, જ્ઞાન, સૌજન્ય, શીલ અને
ધર્મમાંથી એકેય સદ્ગણ નથી તેઓ તો જાણે આ મર્યલોકમાં ધરતી પર મનુષ્યના રૂપમાં પશુઓ જ ફરી રહ્યા છે. વિપત્તિ વાસ્તવમાં વિપત્તિ નથી અને સંપત્તિ એ સાચી સંપત્તિ નથી. પરમાત્માની સ્મૃતિ જ વાસ્તવિક સંપત્તિ છે અને પરમાત્માની વિસ્મૃતિ જ વાસ્તવમાં વિપત્તિ છે. બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ; હીરા મુખ સે ના કહે, લાખ ટકા મેરા મોલ. ઉદાર માણસને પૈસા તણખલા બરાબર છે. બહાદુર માણસને મરણ તણખલા બરાબર છે. વિરક્ત માણસને સ્ત્રી તણખલા બરાબર છે. સ્પૃહારહિતને જગત તણખલા બરાબર છે. બીતત સો ચિંતત નહીં, આગે કરે નહીં આસ; આઈ સો સિર પર ધરી, જાન હરિ કા દાસ.