________________
ઉત્તરગુણધારી અને અવિરતસમ્યગ્દષ્ટિ કિરણ | ૨ | ૨ | ૨ | ૧ | ૧ | ૧ | કુલ યોગ | ૩ | ૨ | ૧ | ૩ | ૨ | ૧ |
ભાંગા, ૧ | ૩ | ૩ | ૨ | ૯ | ૬ | ૨૧ (૭) ઉત્તરગુણધારી- ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતરૂપ ઉત્તરગુણોને ધારણ કરનાર શ્રાવક તે ઉત્તરગુણધારી.
ઉત્તરગુણ = ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત.
ત્રણ ગુણવ્રત = દિશીપરિમાણવ્રત, ભોગોપભોગવિરમણવ્રત, અનર્થદિંડવિરમણવ્રત.
ચાર શિક્ષાવ્રત = સામાયિકવ્રત, દેશાવગાશિકવ્રત, પૌષધોપવાસવ્રત, અતિથિસંવિભાગવત. (૮) અવિરતસમ્યગ્દષ્ટિ- વિરતિ વિનાનો સમ્યગ્દષ્ટિ શ્રાવક તે અવિરતસમ્યગ્દષ્ટિ.
આમ વ્રતોના ૬ મૂળભાંગા હોવાથી શ્રાવકોના પણ ક પ્રકાર છે. ૬ પ્રકાર + ઉત્તરગુણધારી + અવિરતસમ્યગ્દષ્ટિ = ૮ પ્રકાર. આમ શ્રાવકોના ૮ પ્રકાર છે.
શ્રાવકને ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ વિશેષવિષયક હોય છે. દીક્ષાની ભાવનાવાળો, પુત્રાદિ સંતાનોને પાળવા માટે સંસારમાં રહેલો જે શ્રાવક શ્રાવકની પ્રતિમા સ્વીકારે છે તે અને જે સ્વયંભૂરમણસમુદ્રના માછલાના માંસ, હાથીના દાંત, ચિત્તાના ચામડા વગેરે વિશેષ વસ્તુના કે કોઈ વિશેષ અવસ્થામાં સ્કૂલ હિંસા વગેરેના પચ્ચખાણ કરે છે તે જ ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ કરે છે. તેથી તે અલ્પ વિષયવાળું હોવાથી અહીં તેની વિવક્ષા કરી નથી.
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; | તે જ્ઞાનીના ચરણમાં, વંદન હો અગણિત.