________________
શ્રીકાયસ્થિતિસ્તોત્ર
૧
શ્રીકુલમંડનસૂરિ વિરચિત
શ્રીકાયસ્થિતિસ્તોત્ર
પદાર્થસંગ્રહ
શ્રીકાયસ્થિતિસ્તોત્રની રચના શ્રીકુલમંડનસૂરિજીએ કરેલ છે. તેની ઉપર અજ્ઞાતકર્તૃક અવસૂરિ છે. તે બંનેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે.
કાયસ્થિતિ -
જેટલો કાળ મરીને ફરી તેવા જ ભવ વગેરેમાં ઉત્પન્ન થાય તે કાયસ્થિતિ. સામાન્યથી જીવરૂપે અને વિશેષથી અમુક પર્યાયરૂપે વચ્ચે અંતર પડ્યા વિના જીવનું રહેવું તે કાયસ્થિતિ.
તે બે પ્રકારે છે - સામાન્યથી અને વિશેષથી.
સામાન્યથી -
જે જીવે તે જીવ. જીવવું એટલે પ્રાણોને ધારણ કરવા. જીવને સંસારી અવસ્થામાં આયુષ્યકર્મના અનુભવરૂપ દ્રવ્યપ્રાણ અને જ્ઞાન વગેરે ભાવપ્રાણ હંમેશા હોય છે તથા મુક્તાવસ્થામાં જ્ઞાન વગેરે ભાવપ્રાણો હંમેશા હોય છે. માટે જીવની કાયસ્થિતિ સર્વકાળ છે.