________________
દ્વીપો-સમુદ્રોમાં ચન્દ્ર-સૂર્યની સંખ્યા
૨૩ ધાતકીખંડથી આગળના દ્વીપ-સમુદ્રોમાં ચન્દ્ર-સૂર્યની સંખ્યા જાણવા માટે કરણ
જે દ્વીપ-સમુદ્રમાં ચન્દ્ર-સૂર્યની સંખ્યા જાણવી હોય તેની પૂર્વેના દ્વિીપ કે સમુદ્રના ચન્દ્ર-સૂર્યની સંખ્યાને ત્રણથી ગુણી તેમાં તેની પૂર્વેના દ્વિીપ-સમુદ્રના ચન્દ્ર-સૂર્યની સંખ્યા ઉમેરવી. જે જવાબ આવે તે વિવક્ષિત દ્વીપ-સમુદ્રના ચન્દ્ર-સૂર્યની સંખ્યા છે. દા.ત. કાળોદધિસમુદ્રના ચન્દ્ર-સૂર્યની સંખ્યા જાણવી છે. તેની પૂર્વે ધાતકીખંડ છે. તેમાં ૧૨ ચન્દ્ર-સૂર્ય છે.
૧૨ X ૩ = ૩૬ ધાતકીખંડની પૂર્વેના દ્વીપસમુદ્રના ચન્દ્ર-સૂર્ય = ૨ + ૪ = ૬
૩૬ + ૬ = ૪ર કાળોદધિસમુદ્રમાં ૪૨ ચન્દ્ર અને ૪૨ સૂર્ય છે.
આગળના બધા દીપ-સમુદ્રોના ચન્દ્રસૂર્યની સંખ્યા આ કરણ દ્વારા જાણી લેવી. મનુષ્યક્ષેત્રની બહાર ચન્દ્રસૂર્ય શી રીતે રહેલા છે તે ચન્દ્રપ્રજ્ઞપ્તિ વગેરેમાં કહ્યું નથી. મનુષ્યક્ષેત્રમાં ૧૩૨ ચન્દ્ર અને ૧૩૨ સૂર્ય છે.
• મનુષ્યક્ષેત્રમાં ચન્દ્રની બે પંક્તિ છે અને સૂર્યની બે પંક્તિ છે. ચન્દ્રની એક પંક્તિમાં ૬૬ ચન્દ્ર હોય છે અને સૂર્યની એક પંક્તિમાં ૬૬ સૂર્ય હોય છે. મનુષ્યક્ષેત્રમાં ૬૬ ગ્રહોની એક એવી ગ્રહોની ૧૭૬ પંક્તિ છે. મનુષ્યક્ષેત્રમાં ૬૬ નક્ષત્રોની એક એવી નક્ષત્રોની પ૬ પંક્તિ છે.
• જંબુદ્વીપના ચન્દ્ર-સૂર્યના સૌથી અંદરના મંડલથી સૌથી
૧. મનુષ્યક્ષેત્રનું સ્વરૂપ પાના નં. ૩૪ ઉપર બતાવ્યું છે.