Book Title: Padarth Prakash Part 08
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 329
________________ ત્રિલોક તીર્થ વંદના નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ-નિક્ષેપ અરિહંત પરમાત્માની આરાધના - આચાર્ય હેમચન્દ્રસૂરિ પાંચ ભરતક્ષેત્રમાં અને પાંચ ઐરાવતક્ષેત્રમાં ત્રણે ચોવીશીના ૭૨૦ તીર્થકર ભગવંતો, પાંચ મહાવિદેહમાં ઉત્કૃષ્ટ કાળે થયેલા ૧૬૦ તીર્થકર ભગવંતો, વર્તમાન વિહરમાન શ્રી સીમંધરસ્વામી આદિ વીશ તીર્થકર ભગવંતો, ચાર શાસ્વત જિન, ચોવીશ ભગવાનના પાંચે કલ્યાણક-આમ સહગ્નકુટ ૧૦૨૪ જિનની આરાધના સચિત્ર... તે ઊર્ધ્વલોક-અપોલોક-વ્યંતર તથા જયોતિષચક્રના શાશ્વત ચૈત્યો.. નંદીશ્વર દ્વીપ-ચક દ્વીપ - કુંડલ દ્વીપ - માનુષોત્તર પર્વત પરના ચૈત્યો, મહાવિદેહક્ષેત્રના તથા જંબુદ્વીપમાં કુટો - વૈતાઢ્ય પર્વતો – દ્રહો - નદીના કુંડો – મેરૂ પર્વતના ચૈત્યો, આ જ રીતે ધાતકીખંડ – પુષ્કરવરાઈ દ્વીપના શાશ્વત ચૈત્યો, ચિત્રો - નકશાઓ સાથે... શત્રુંજય, ગીરનાર, અષ્ટાપદ, આબુ, સમેતશિખર તીર્થો, અન્ય ૧૦૮ તીર્થોના મૂળનાયક તથા ચૈત્યો સાથે કેટલાક આધુનિક તીર્થો... ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુ. 2 અતીતમાં થયેલા તીર્થકર ભગવંતો, અનાગતમાં થનારા તીર્થંકર ભગવંતો, વર્તમાનમાં તીર્થકર નામકર્મ નિકાચિત કરતા દેવો મનુષ્યો-નારકો.. તે વર્તમાનમાં પાંચ મહાવિદેહક્ષેત્રમાં વિચરતા વિશ જિનેશ્વરો, ૮૪ ગણધરો, ૧૦ લાખ કેવળજ્ઞાની, ૧૦૦ કરોડ સાધુ-સાધ્વીઓ, અબજો શ્રાવક-શ્રાવિકાઓ અને અસંખ્ય ઈન્દ્રાદિ દેવોથી પરિવરિત શ્રી સીમંધરપ્રભુ.. આ બધાને જુહારવાનો, દર્શન-વંદન કરવાનો માહિતસભર અદ્ભુત ગ્રંથ એટલે “ત્રિલોક તીર્થ વંદના'. આ ગ્રંથ જીવનને પ્રભુભક્તિથી ભરી દેશે.

Loading...

Page Navigation
1 ... 327 328 329 330