________________
ક્યા જીવો કઇ નરક સુધી જાય ? મિથ્યાદષ્ટિ, મહાઆરંભવાળા, મહાપરિગ્રહવાળા, તીવ્ર લોભવાળા, શીલ વિનાના, પાપની રુચિવાળા, રૌદ્ર પરિણામવાળા જીવો નરકાયુષ્ય બાંધી નરકમાં ઉત્પન્ન થાય છે.
૧૦૬
કયા જીવો ?
સંમૂમિ પંચેન્દ્રિય તિર્યંચ
૧
ગર્ભજ ભુજપરિસર્પ
ગર્ભજ પક્ષી
ગર્ભજ ચતુષ્પદ
ગર્ભજ ઉપરિસર્પ
મનુષ્ય સ્ત્રી
ગર્ભજ જલચર, ગર્ભજ મનુષ્ય
કઈ નરક સુધી જાય ?
૧લી
રજી
૩જી
૪થી
૫મી
ઢી
૭મી
ઉપર કહી એ તે તે જીવોની નરકમાં ઉત્કૃષ્ટ ગતિ છે. તે જીવોની નરકમાં જઘન્ય ગતિ રત્નપ્રભાના પ્રથમ પ્રતરમાં છે. જધન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેની મધ્યમગતિ જાણવી.
• નરકમાંથી નીકળી જીવો સર્પ વગેરેમાં, વાઘ-સિંહ વગેરેમાં, પક્ષીમાં અને જલચરમાં સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ઉત્પન્ન થઈ ક્રુર અધ્યવસાયને વશ પંચેન્દ્રિયના વધ વગેરે કરી ફરી નરકમાં જાય
૧. સંમૂચ્છિમ મનુષ્યો અપર્યાપ્તા જ હોય છે. એ અવસ્થામાં કાળ કરીને તેઓ નરકમાં જતા નથી. સંમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચની નરકમાં જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમ/અસંખ્ય છે. તેમને અપર્યાપ્તાવસ્થામાં અવ્યક્ત અવધિજ્ઞાન પણ ન હોય.