________________
૧૪૦
ઉપક્રમ (૪) અપવર્તનીયાયુષ્ય - (૫) અનાવર્તનીયાયુષ્ય
ઘણા કાળ સુધી ભોગવવા યોગ્ય જે આયુષ્યને અપવર્તનાકરણથી અલ્પકાળમાં ભોગવવા યોગ્ય કરે તે અપવર્તનીયાયુષ્ય. આયુષ્યની જેમ અન્ય કર્મોની પણ અપવર્તન થાય છે. બાંધતી વખતે જ આ કર્મો એવા શિથિલ બાંધે છે કે તે તે દેશ-કાળઅધ્યવસાય વગેરેની અપેક્ષાએ તેમનું અપવર્તન કરી શકાય.
જે આયુષ્ય ગાઢ નિકાચિત બાંધ્યું હોવાથી અલ્પકાળમાં ભોગવવા યોગ્ય ન કરી શકાય, પણ ક્રમે કરીને જ ભોગવાય તે અનપવર્તનીયાયુષ્ય. આયુષ્યની જેમ અન્ય કર્મો પણ અનપવર્તનીય હોય છે.
દેવો, નારકો, ઉત્તમપુરુષો, ‘ચરમશરીરી, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા જીવોનું આયુષ્ય અનપવર્તનીય હોય છે. શેષ જીવોનું આયુષ્ય અપવર્તનીય કે અનપવર્તનીય હોય છે. (૬) ઉપક્રમ - જેનાથી આયુષ્યનું અપવર્તન થાય તે ઉપક્રમ કહેવાય.
જેમને ઉપક્રમ હેતુઓનો સંપર્ક થાય તે સોપક્રમ આયુષ્યવાળા કહેવાય. ઉપક્રમ સાત પ્રકારે છે – (૧) અધ્યવસાય - ત્રણ પ્રકારે -
(૧) રાગ, (૨) સ્નેહ, (૩) ભય. (૨) નિમિત્ત - દંડ, ચાબૂક, શસ્ત્ર, દોરડું વગેરે.
(૩) આહાર - અતિસ્નિગ્ધ કે ઘણુ ખાવાથી. ૧. ઉત્તમપુરુષો = તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ વગેરે. ૨. ચરમશરીરી = તે જ ભવે મોક્ષે જનાર.