________________
૧૪૧
અનુપક્રમ, પર્યાપ્તિ
(૪) વેદના - શૂળ વગેરે. (૫) પરાઘાત - ખાડામાં પડવું વગેરે. (૬) સ્પર્શ – અગ્નિ, સર્પ વગેરેનો. (૭) શ્વાસોચ્છવાસ - વધી જવાથી કે સંધાવાથી.
આ ઉપક્રમો અપવર્તનયોગ્ય આયુષ્યનું અપવર્તન કરે છે, અનપવર્તનીય આયુષ્યનું અપવર્તન નથી કરતા.
કેટલાક ચરમશરીરી જીવોને ઉપક્રમહેતુનો સંપર્ક થાય છે. તે અપેક્ષાએ તે સોપક્રમાયુષ્યવાળા કહેવાય છે, પણ તે ઉપક્રમો તેમના આયુષ્યનું અપવર્તન નથી કરતા. (૭) અનુપક્રમ - જેનાથી આયુષ્યનું અપવર્તન ન થાય તે અનુપક્રમ
કહેવાય. ઉપક્રમહેતુઓનો સંપર્ક જેમને ન થાય તે નિરુપક્રમ આયુષ્યવાળા કહેવાય.
• પર્યાપ્તિ – પુદ્ગલદ્રવ્યના ઉપચયથી ઉત્પન્ન થયેલ આહાર વગેરેના પુદ્ગલોને ગ્રહણ કરવાની અને પરિણમાવવાની શક્તિ તે પર્યાપ્તિ. તે ૬ પ્રકારની છે(૧) આહારપર્યાપ્તિ - જે શક્તિથી જીવ ગ્રહણ કરેલ આહારને રસ
અને ખલ રૂપે પરિમાવે તે. (૨) શરીરપર્યાપ્તિ- જે શક્તિથી જીવ રસરૂપે પરિણમેલ
આહારમાંથી સાતધાતુરૂપ શરીર બનાવે તે. (૩) ઈન્દ્રિયપર્યાપ્તિ - જે શક્તિથી જીવ ધાતરૂપે પરિણમેલ
આહારમાંથી પુદ્ગલોને લઈ તેમને ઇન્દ્રિયરૂપે પરિણાવી ઈન્દ્રિયોના વિષયોને જાણવા સમર્થ બને છે.
૧. પંચસંગ્રહમાં પણ કહ્યું છે કે અનપવર્તનીય આયુષ્ય સોપક્રમ પણ હોય છે.