________________
૨૧૬
મૂળગાથા - શબ્દાર્થ દુવિહા ગઈ જિઆણં ઉજ્જ, વક્કા ય પરભવગ્રહણે ! ઇગસામઇયા ઉજ્જ, વક્કા ચીપંચસમયંતા . ૩૨૫ /
જીવોની પરભવગ્રહણમાં બે પ્રકારની ગતિ છે -ઋજુ અને વક્ર. ઋજુગતિ ૧ સમયની છે, વક્રગતિ ૪-૫ સમય સુધીની છે. (૩૨૫) ઈગદુગતિગવષ્પાઇસુ, દુગાઈસમએસુ પરભવાહારો, દુગવક્કાઈસુ સમયા, ઈગ દો તિનિ ય અણાહારા . ૩૨૬ /
એક-બે-ત્રણ વગેરે વક્રવાળી વિગ્રહગતિમાં બીજા વગેરે સમયે પરભવનો આહાર લે. બે વગેરે વક્રવાળી વિગ્રહગતિમાં ૧, ૨, ૩ સમય અણાહારી હોય. (૩૨૬) બહુકાલવેઅણિજ્જ, કમ્મુ અપૅણ જમિહ કાલેણ ! વેઇજ્જઈ જુગવં ચિઅ, ઉઈષ્ણસવ્વપ્નએસગ્ગ ૩૨૭ અપવત્તણિજ્જમેય, આઉં અહવા અસેસ કમ્મ પિ. બંધસમએ વિ બદ્ધ, સિઢિલ ચિય તં જહાજુગૅ એ ૩૨૮ |
ઘણાકાળમાં ભોગવવા યોગ્ય જે કર્મના અહીં અલ્પકાળમાં બધા પ્રદેશો ઉદયમાં આવી એકસાથે ભોગવાય એ અપવર્તનીય આયુષ્ય અથવા બધા કર્મો પણ અપવર્તનીય છે. તે બંધસમયે પણ યથાયોગ્ય ઢીલા જ બંધાયેલા હોય છે. (૩૨૭, ૩૨૮) જં પુણ ગાઢ નિકાયણબંધેણં, પુવમેવ કિલ બદ્ધા તે હોઈ અણપવરણછોડ્ઝ, કમઅણિજ્જફલં . ૩૨૯ .
જે કર્મ પહેલા જ ગાઢ નિકાચિતબંધથી બાંધ્યું હોય તે અનપવર્તન યોગ્ય અને ક્રમે ભોગવવાના ફળવાળુ છે. (૩૨૯) જણાઉમુવક્કમિજઈ, અપ્પસમુત્યેણ ઇરિગેણાવિ. અઝવસાણાઈઓ, વિક્રમો સો ઈહં તેઓ I ૩૩૦ |