________________
૨૬૦
મૂળગાથા - શબ્દાર્થ અને બે દેવલોકમાં તેજોલેશ્યા હોય છે. ત્રણ દેવલોકમાં પદ્મલેશ્યા હોય છે, લાંતક વગેરેમાં શુક્લ લેશ્યાવાળા દેવો હોય છે. બે દેવલોકમાં સુવર્ણ વર્ણવાળા, ત્રણ દેવલોકમાં કમળની કેસરાના વર્ણવાળા અને ઉ૫૨ સફેદ વર્ણવાળા દેવો છે. (૧૭૪, ૧૭૫)
દસ વાસસહસ્સાઈ, જહન્નમાઉં ધરંતિ જે દેવા ।
તેસિં ચઉત્થાહારો, સત્તહિં થોવેહિં ઊસાસો ૧૭૬॥
જે દેવો જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષના આયુષ્યને ધારણ કરે છે તેમનો આહાર એકાંતરે અને ઉચ્છ્વાસ સાત સ્તોકે હોય છે. (૧૭૬)
આહિવાહિવિમુક્કસ, નિસાસૂસ્સાસ એગગો । પાણુ સત્ત ઈમો થોવો, સોવિ સત્તગુણો લવો ૧૭૭॥ લવસત્તહત્તરીએ હોઈ, મુહુત્તો ઈમિ ઊસાસા । સગતીસસય તિહુત્તર, તીસગુણા તે અહોરત્તે ૧૭૮ લખ્ખું તેરસ સહસા, નઉયસયં અયરસંખયા દેવે । પક્ખહિં ઊસાસે, વાસસહસ્સેહિં આહારો ॥૧૭૯॥
આધિ-વ્યાધિથી રહિત મનુષ્યનો ૧ શ્વાસોચ્છ્વાસ તે પ્રાણ છે, ૭ પ્રાણ તે ૧ સ્તોક છે, સાત ગુણો સ્તોક તે ૧ લવ છે, ૭૭ લવનો ૧ મુહૂર્ત છે, ૧ મુહૂર્તમાં ૩૭૭૩ શ્વાસોચ્છ્વાસ છે, તેને ત્રીસ ગુણા કરતા ૧ અહોરાત્રમાં ૧,૧૩,૧૯૦ શ્વાસોચ્છ્વાસ છે. સાગરોપમની સંખ્યાવડે દેવમાં પખવાડિયે શ્વાસોચ્છવાસ અને હજાર વરસે આહાર હોય છે. (૧૭૭, ૧૭૮, ૧૭૯)
દસ વાસસહસ્તુવäિ, સમયાઈ જાવ સાગર ઊભું । દિવસ મુહુત્ત પુષુત્તા, આહારૂસાસ સેસાણં ૧૮૦ના