________________
૨૮૮
મૂળગાથા - શબ્દાર્થ અહીં ઘણા કાળે ભોગવવા યોગ્ય જે કર્મ અલ્પકાળમાં બધા પ્રદેશોના ઉદય દ્વારા એક સાથે ભોગવાય છે તે અપર્વતીય આયુષ્ય છે અથવા બધા કર્મો છે. તે બંધસમયે પણ યથાયોગ્ય રીતે ઢીલું જ બાંધેલું હોય છે. (૩૦૭- ૩૦૮). જે પુણ ગાઢનિકાયણબંધેણં, પુત્વમેવ કિલ બદ્ધ તે હોઈ અણપવાણ-જુગૅ કમવેયણિજ્જફલ ૩૦૯.
- જે પહેલા જ ગાઢ નિકાચિત બંધ વડે બાંધેલું હોય તે અનપવર્તનયોગ્ય કર્મ છે. તે ક્રમે કરીને ભોગવવા યોગ્ય ફળવાળું છે. (૩૦૯). ઉત્તમચરમસરીરા, સુરનેરઈયા અસંખનરતિરિયા ! હુત્તિ નિવક્કમાઓ, દુહાવિ સેસા મુPયવા ૩૧૦
ઉત્તમ પુરુષો, ચરમશરીરી જીવો, દેવો, નારકો, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-તિર્યંચો નિરુપક્રમ આયુષ્યવાળા છે, શેષ જીવો બન્ને પ્રકારના જાણવા. (૩૧૦) જેણાઉમુવક્કમિર્જાઈ, અપ્પસમુભેણ ઈયરગેણાવિ સો અઝવસાણાઇ, ઉવક્રમણવક્રમો ઈયરો ૩૧૧
પોતાનાથી ઉત્પન્ન થયેલા અથવા અન્ય એવા પણ જેના વડે આયુષ્યનો ઉપક્રમ થાય તે અધ્યવસાય વગેરે ઉપક્રમ છે અને બીજા અનુપક્રમ છે. (૩૧૧) અવસાણ નિમિત્તે, આહારે વેયણા પરાઘાએ આ ફાસે આણાપાણ, સત્તવિહં ઝિક્ઝએ આઉં ૩૧ રા.
અધ્યવસાય, નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ, શ્વાસોચ્છવાસ - આ સાત રીતે આયુષ્ય ક્ષય પામે છે. (૩૧૨)