________________
૨૮૧
મૂળગાથા - શબ્દાર્થ વણકાઈઓ અહંતા, ઈક્કિક્કાઓ વિ જ નિગોયાઓ નિશ્ચમjખો ભાગો, અસંતજીવો ચયઈ એઈ ર૭પો
વનસ્પતિકાયમાં દરેક સમયે અનંતા ઉત્પન્ન થાય છે અને ઔવે છે, કેમકે એક-એક નિગોદમાં હંમેશા અનંતજીવોવાળો અસંખ્યાતમો ભાગ ચ્યવે છે અને ઉત્પન્ન થાય છે. (૨૭૫) ગોલા ય અસંખિજા, અસંખ નિગોયઓ હવઈ ગોલો ! ઈક્કિક્કમિ નિગોએ, અહંતજીવા ખુણેયવ્વા ર૭૬ll
અસંખ્ય ગોળા છે, અસંખ્ય નિગોદવાળો ૧ ગોળો છે, એક એક નિગોદમાં અનંત જીવો જાણવા. (૨૭૬) અસ્થિ અહંતા જીવા, જેહિ ન પત્તો સાઈ પરિણામો. ઉપ્પભ્રંતિ ચયંતિ ય, પુણોવિ તથૈવ તત્થવ //ર૭ા.
અનંતજીવો એવા છે કે જેઓ ત્રસ વગેરે પરિણામ નથી પામ્યા. તેઓ ફરી ત્યાં ને ત્યાં જ ઉત્પન્ન થાય છે અને ચ્યવે છે. (૨૭૭) સબ્બોવિ કિસલઓ ખલુ, ઉચ્ચમમાણો અસંતો ભણિઓ. સો ચેવ વિવઢન્તો, હોઈ પરિત્તો અસંતો વા .ર૭૮
ઉત્પન્ન થતો બધો કિસલય (પ્રથમ પાંદડાની અવસ્થા) અનંતકાય કહ્યો છે. તે જ વધતો થકો પ્રત્યેક કે અનંતકાય થાય છે. (૨૭૮) જયા મોહોદ તિવ્યો, અજ્ઞાણે ખુ મહયં ! પેલવે વેણીયં તુ, તયા એચિંદિયત્તર્ણ ર૭૯ો.
જયારે મોહોદય તીવ્ર હોય, મહાભયરૂપ અજ્ઞાન હોય અને અસાર (અસાતા) વેદનીયનો ઉદય હોય ત્યારે જીવો એકેન્દ્રિયપણું પામે. (૨૭૯).